મેક્સિકોમાં પત્નીની હત્યા કરી  રોટલી સાથે મગજ ખાધુ, પોલીસ પાસે કબુલ્યુ કે શેતાને તેને ગુનો કરવાનો આપ્યો આદેશ

  • July 08, 2023 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેક્સિકોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 32 વર્ષીય અલ્વારો નામના વ્યક્તિએ તેની પત્નીની નિર્દયતાથી હત્યા કરી હતી. આ પછી તેણે પત્નીનું મગજ રોટલી સાથે ખાધું. આ કેસના આરોપમાં અલ્વારોની ધરપકડ કરવામાં આવી છે.


32 વર્ષીય વ્યક્તિની 2 જુલાઈના રોજ પુએબ્લોમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. અલ્વારો વ્યવસાયે બિલ્ડર છે. 29 જૂને તેણે પ્રતિબંધિત દવાનું સેવન કર્યું હતું, ત્યારબાદ તેણે નશાની હાલતમાં તેની પત્નીની હત્યા કરી હતી. આરોપીએ કથિત રીતે પોલીસને જણાવ્યું કે સાન્ટા મુરતે (અવર લેડી ઓફ હોલી ડેથ) અને શેતાને તેને ગુનો કરવાનો આદેશ આપ્યો હતો.


મેક્સિકોના અલ્વારોએ એક વર્ષ પહેલા જ 38 વર્ષની મારિયા મોન્ટસેરાત સાથે લગ્ન કર્યા હતા. તેની પત્નીને પહેલેથી જ પાંચ દીકરીઓ હતી, જેની ઉંમર 12 થી 23 વર્ષની વચ્ચે હતી. આરોપીએ તેની પત્નીના મગજનો ભાગ ટેકોસમાં મૂકીને ખાધું હતું. ટેકોસ એક પારંપારિક મૈક્સિકન ડિશ છે.તેની ફ્રેક્ચર થયેલી ખોપરીનો ઉપયોગ એશ ટ્રે તરીકે કર્યો હતો.


તેણે પીડિતાના શરીરના ટુકડા કરી પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દીધા. હત્યાના બે દિવસ બાદ આરોપીએ તેની સાવકી દીકરીને પોતાનો ગુનો કબૂલ કરવા માટે બોલાવી હતી. પીડિત મહિલાની માતાએ જણાવ્યું કે તેના જમાઈએ તેની પુત્રીને જાણ કરી કે તે આવીને તેની માતાને લઈ જાય કારણ કે મેં તેની હત્યા કરી દીધી છે અને તેના શરીરને કાપીને કોથળામાં મૂકી દીધું છે.


પોલીસને માહિતી આપતા પીડિતાની માતાએ જણાવ્યું હતું કે તેના જમાઈએ તેની પુત્રીના શરીરને છીણી અને હથોડી વડે મારી હતી. હત્યા કરતા પહેલા તેણે ડ્રગ્સનું સેવન કર્યું હતું. જમાઈને પણ કદાચ કોઈ માનસિક તકલીફ હતી, જેનાથી તે પીડાતો હતો.પરિવારે જમાઈ પર પીડિતાની દીકરીઓનું શારીરિક અને યૌન શોષણ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ તપાસ દરમિયાન પોલીસને તેના ઘરમાં કાળા જાદુની વેદી પણ મળી આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application