જામનગરમાં ૧૩૪ સફાઈ કર્મીઓએ વોર્ડ નંબર ૯ ને સ્વચ્છ સુંદર બનાવ્યો

  • February 24, 2023 07:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડીની સૂચના અનુસાર અને નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીના માર્ગદર્શન  મુજબ તેમજ સોલીડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવાના પ્લાનિંગ મુજબ સમગ્ર શહેરને સ્વચ્છ સુંદર રાખવા માટે વન-ડે વન વોર્ડ સફાઈ ઝુંબેશ જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે,  જે અંતર્ગત વોર્ડ નંબર ૯ માં આવતા તમામ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
​​​​​​​
જામનગર મહાનગર પાલિકા દ્વારા વનડે વન વોર્ડની કામગીરી વોર્ડ નંબર નવમાં ૧૩૪ સફાઈ કર્મચારીઓએ સાથે મળી વોર્ડ નંબર ૯ના વિસ્તારો દીપક ટોકીઝ, ચાંદી બજાર, ભંગાર બજાર, ગૌરવ પથ, લીમડા લાઈન, મકરાણી પરા, દરબારગઢ સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી તમામ  વિસ્તારોને સ્વચ્છ સુંદર બનાવ્યા હતાં અને ડી.ડી.ટી. પાવડર નો છંટકાવ કર્યો હતો, આ કામગીરીમાં ૧ જેસીબી અને ૨ ટ્રેક્ટર દ્વારા સમગ્ર વોર્ડને સ્વચ્છ બનાવ્યો હતો. આ તકે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પણ તેમના ઘરની આસપાસ સ્વચ્છતા જાળવી રાખવા તથા સુકો અને ભીનો કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં મૂકવો, જાહેર માર્ગો પર કચરાનો નિકાલ ન કરવો, યોગ્ય ડસ્ટબિનમાં તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરનારને જ કચરો આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application