કાલાવડના બામણ ગામમાં યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી

  • March 14, 2023 10:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના બામણ ગામમાં રહેતા યુવાને વ્યાજે લીધેલી રકમ ચુકવી દેવા છતા કોરા ચેકમાં રકમ ભરીને પઠાણી ઉઘરાણી કર્યાની તેમજ ફરીયાદીના ભાઇનો ચેક બળજબરીથી લઇ બાઉન્સ કરાવી ધમકી દીધાનો મામલો પોલીસમાં પહોચ્યોછે અને આ અંગે રાજકોટના કાલાવડ રોડ પર રહેતા એક શખ્સ સામે ફરીયાદ ધમકી દીધાની, હડધુત કર્યાની મનીલેન્ડ એકટ મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા રાકેશ મુળજીભાઇ બાબરીયા (ઉ.વ.૩૦)એ આરોપી પાસેથી આશરે પાંચેક વર્ષ પહેલા ૮૫ હજાર પાંચ ટકા વ્યાજે લીધા હતા, જે મુળ રકમ અને વ્યાજ પરત આપી દીધેલ હોય તેમ છતાં આરોપીઓએ ફરીયાદીએ આપેલા ત્રણ કોરા ચેકમાં અનુક્રમે ૩.૯૨ લાખ, ૫.૫૦  લાખ અને ૩.૮૦ લાખની રકમ ભરી ચેક બેંકમાં જમા કરાવ્યા હતા.


તેમજ ફરીયાદીના મોટભાઇ પાસેથી બળજબરીથી લઇ ગયેલ કાલાવડ શાખાનો ચેકમાં ૫૦ હજારની રકમ ભરી આ ચેક બેન્કમાં જમા કરાવી બાઉન્સ કરાવી ફરીયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી.


આ ઉપરાંત ફરીયાદીને અપશબ્દો કહી, જ્ઞાતી પ્રત્યે હડધુત કરી મારી નાખવાની ધમકી દીધી હતી અને બળજબરી પૂર્વક વ્યાજની ઉઘરાણી કરી હતી, દરમ્યાનમાં રાકેશભાઇ બાબરીયા દ્વારા ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં રાજકોટના કાલાવડ રોડ, યશરેખા જયોતીનગર ખાતે રહેતા ચિરાગ હરેશ ભગદેવ નામના શખ્સ વિરુઘ્ધ આઇપસી કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨) અને મનીલેન્ડસ એકટ મુજબ તેમજ એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application