SSMB 29 : મહેશ બાબુનું કેરેક્ટર આ ભગવાનથી હશે પ્રેરિત

  • March 20, 2024 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસએસ રાજામોલી પોતાની આગામી ફિલ્મ મહેશ બાબુ સાથે કરવાના છે. ફિલ્મ એસએસએમબી ૨૯ની અનાઉન્સમેન્ટ તેણે કરી દીધી છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે,  મહેશ બાબુનો રોલ આ ફિલ્મમાં ભગવાન હનુમાનથી પ્રેરિત હશે. ફિલ્મનું રાઈટીંગનું કામ પુરુ થઇ ગયું છે અને સ્ક્રિપ્ટ પણ તૈયાર થઇ ગઇ છે. આ ફિલ્મ હાલ પ્રી-પ્રોડકશનમાં છે. ફિલ્મની સ્ટોરી રાઈટર વિજયેન્દ્ર પ્રસાદે લખી છે.


રાજામોલીએ સોશયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, એમે અમારી આગામી ફિલ્મને શરૃ કરી દીધી છે. અમે તેનું રાઈટીંગપુરુ કરી દીધું છે અને હાલ આ ફિલ્મ પ્રી-પ્રોડકશનમાં છે. જોકે હજુ સુધી અમે કાસ્ટિંગ પુરી કરી નથી. પરંતુ હીરો મહેશ બાબુ જ છે. કહેવાય છે કે, એસએસએમબી ૨૯ એક બિગ બજેટ ફિલ્મ બનવાની છે. એટલું જ નહીં લોકોને આશા છે કે, આ ફિલ્મ ભારતની 'ઇન્ડિયાના જોન્સ' પુરવાર થશે. ફિલ્મ નિર્માતા આફ્રિકામાં એક એકશન-એડવેન્ચર સેટ માટે હોલીવૂડ અભિનેતાઓને પણ સામેલ કરવાના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application