દિલ્હીમાં ભાજપના કાર્યકરો કેજરીવાલના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી સચિવાલય તરફ જઈ રહેલા કાર્યકરોએ પોલીસ બેરિકેડિંગ તોડી નાખ્યું હતું. પોલીસે તેમને રોકવા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવ સહિત ભાજપના ઘણા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કેજરીવાલની 21 માર્ચે દારૂ નીતિ કૌભાંડ કેસમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. તે 28 માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં છે.
સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદાલનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ અત્યારે ન્યાયિક કસ્ટડીમાં નથી, પરંતુ તપાસ માટે ઇડી રિમાન્ડમાં છે. આવી સ્થિતિમાં, જો તેઓએ કોઈપણ પ્રકારનો આદેશ પસાર કર્યો હોય તો તે કાયદાકીય રીતે ખોટો છે અને આ માટે તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. પોલીસ કસ્ટડીમાં લેતા પહેલા બીજેપી દિલ્હી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે કહ્યું કે અમે કેજરીવાલનું રાજીનામું લઈશું. આજે જે કાર્યકર્તાએ પોલીસ બેરીકેટ નથી તોડ્યા તેણે સમજવું જોઈએ કે તેઓએ યજ્ઞમાં આહૂતિ નથી આપી.
દિલ્હી ટ્રાફિક પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, વિરોધને કારણે નવી દિલ્હી અને મધ્ય દિલ્હી વિસ્તારોમાં ટ્રાફિક પ્રભાવિત થઈ શકે છે. દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરી છે. દિલ્હી પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને સતત ચેતવણી આપી રહી છે કે કલમ 144 લાગુ છે. પ્રદર્શનની મંજૂરી નથી. જો આંદોલનકારીઓ આગળ નહીં વધે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પંજાબ સરકારના શિક્ષણ પ્રધાન હરજોત સિંહ બેન્સ પટેલ ચોક મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 2 પાસે હડતાળ પર બેઠા છે. જો કે, દિલ્હી પોલીસે હરજોત સિંહ બેન્સ સહિત ઘણા આપ નેતાઓની અટકાયત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech