એક્ટર આસિફ શેખે ટીવી શો 'ભાભીજી ઘર પર હૈ'માં અત્યાર સુધીમાં 400થી વધુ રોલ નિભાવ્યા છે. આટલા બધા રોલ ભજવીને અભિનેતાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આસિફે 'કરન-અર્જુન', 'હસીના માન જાયેગી', 'શાદી કરકે ફસ ગયા યાર' અને 'બંધન' જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે, તે તેની કારકિર્દીમાં જે સફળતા શોધી રહ્યો હતો તે ટીવી શો 'ભાભી જી ઘર પર હૈ'થી મળી હતી.
એક સમય એવો હતો જ્યારે આસિફને કામ મળતું બંધ થઈ ગયું હતું. આ પાછળની હકીકત એવી હતી કે આસિફે મુખ્ય હીરો તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. થોડી ફિલ્મો કર્યા પછી તેમને લીડ એક્ટરની ભૂમિકાઓ મળવાનું બંધ થઈ ગયું.
જો અભિનેતાની વાત કરવામાં આવે તો તે પોતાની કારકિર્દીમાં ઘણી ખરાબ ફિલ્મોનો હિસ્સો રહ્યો છે, પરંતુ આજે તે દેશનો જાણીતો ચહેરો છે. દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રથી લઈને બોબી દેઓલ, યામી ગૌતમથી લઈને આલિયા ભટ્ટ સુધી ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો તેમના કામના વખાણ કરે છે.
59 વર્ષીય અભિનેતા માટે તેના કોઈપણ પ્રોજેક્ટમાં 400થી વધુ પાત્રો ભજવવાની તક મળે તે મોટી વાત છે. આ શોમાં તેમણે દરેક વયની સ્ત્રીનું પાત્ર ભજવ્યું છે, જે પડકારજનક, રસપ્રદ અને જોવા જેવું હતું. તેમણે કહ્યું કે, જ્યારે મેં મારી કારકિર્દીમાંથી આશા છોડી દીધી હતી ત્યારે મને આ શોની ઓફર કરવામાં આવી હતી. આજે આ શોએ મને નામ, ખ્યાતિ અને ઓળખ આપી. મારું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ તક માટે હું હંમેશાં મેકર્સ અને ચેનલનો આભારી રહીશ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech