જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ ફાઈનલ થયા હોવાનો વિપક્ષ નેતાનો દાવો : પસંદગીની પદ્ધતિથી સહમત નથી અધીર રંજન ચૌધરી
દેશના બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ મીટીંગ બાદ તરત જ બન્નેના નામ જાહેર કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને કાયદા મંત્રી અર્જુન મેઘવાલ સાથેની બેઠક બાદ અધીર રંજને કહ્યું, 'નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે.' અધીર રંજન દાવો કરે છે કે જ્ઞાનેશ કુમાર કેરળના છે, જ્યારે બીજા સુખબીર સંધુ પંજાબના છે.
તેમણે વધુમાં કહ્યું કે તેઓ આ પસંદગી પ્રક્રિયાને સમર્થન આપતા નથી. સરકાર પાસે સમિતિમાં બહુમતી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમને એક રાત પહેલા જ 212 નામોની યાદી મળી હતી. આટલા ઓછા સમયમાં 212 નામોની તપાસ અને સમીક્ષા કરવી શક્ય નથી. બેઠકમાં સરકાર દ્વારા 212માંથી 6 નામ આપવામાં આવ્યા હતા. જ્ઞાનેશ કુમાર થોડા દિવસો પહેલા જ સહકાર મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા છે. જ્ઞાનેશે અહીં મંત્રાલયની રચનાના સમયથી અત્યાર સુધી કામ કર્યું છે. સહકાર મંત્રાલય ગૃહ પ્રધાન અમિત શાહ હેઠળ આવે છે. અગાઉ જ્ઞાનેશ કુમાર ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગના સંયુક્ત સચિવ હતા, તેમના સમયમાં જ કલમ 370 હટાવવામાં આવી હતી.
જ્ઞાનેશ કુમારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગૃહ મંત્રાલય સાથે કામ કરતી વખતે, તેમણે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલની તૈયારીમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ બાદ તેમને બઢતી મળી અને ગૃહ મંત્રાલયમાં અધિક સચિવ બન્યા. તેઓ કેરળ કેડરના 1988 બેચના આઈએએસ અધિકારી છે.
ભૂતપૂર્વ આઈએએસ અધિકારી સુખબીર સંધુને જુલાઈ 2021 માં ઓમ પ્રકાશની જગ્યાએ ઉત્તરાખંડના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંધુ, 1988 બેચના આઈએએસ અધિકારી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર હતા. કેન્દ્ર સરકારે તેમની એક વર્ષ માટે લોકાયુક્ત સચિવ તરીકે નિમણૂક કરી હતી. તે સમયે કેન્દ્રીય કેબિનેટ સમિતિ દ્વારા જારી કરાયેલા નિમણૂક પત્ર અનુસાર, ઉત્તરાખંડ કેડરના નિવૃત્ત આઈએએસ અધિકારી અને 1988 બેચના ડૉ. સુખબીર સંધુને એક વર્ષના સમયગાળા માટે કરારના આધારે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંધુ ગયા વર્ષે 30 સપ્ટેમ્બરે ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયા હતા.
એવું કહેવાય છે કે ચૂંટણી પંચમાંથી રાજીનામું આપનાર ચૂંટણી કમિશનર અરુણ ગોયલના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સાથે ઘણા મુદ્દાઓ પર મતભેદ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર સાથે અરુણ ગોયલના મતભેદો કોઈ નીતિગત મુદ્દા પર નહીં પરંતુ ચૂંટણી પંચના વહીવટી મુદ્દાઓ, લોજિસ્ટિક્સ, સ્થાપના, પ્રેસ કોન્ફરન્સ વગેરે પર હતા.
મીડિયા સામે અધીર રંજન ચૌધરીએ કાઢ્યો બળાપો
ચૂંટણી કમિશનરોની પસંદગી માટે રચાયેલી સમિતિનો હિસ્સો અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે સમિતિમાં સરકાર બહુમતીમાં છે. હું કઈ પણ કહું... સરકાર ઇચ્છશે તે જ થશે. અધીર રંજન ચૌધરીએ કહ્યું, 'સરકાર સમિતિમાં બહુમતીમાં છે. હું જે કહું... સરકાર જે ઇચ્છશે તે થશે. અરુણ ગોયલની નિમણૂક સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેમની નિમણૂક વીજળીની ઝડપે થઈ હતી. એ જ રીતે તે ચાલ્યા પણ ગયા. બંને પસંદ કરાયેલા ચૂંટણી કમિશનરના નામનો ખુલાસો કરતી વખતે અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મેં અસંમતિની નોંધ આપી છે અને પસંદગી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે. ચૂંટણી કમિશનરની નિમણૂક માટે રચાયેલી સમિતિમાં સામેલ વિપક્ષી નેતા અધીર રંજન ચૌધરીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે પસંદગી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, 'મેં પહેલાથી જ કાયદા મંત્રાલય પાસેથી શોર્ટલિસ્ટ કરાયેલા નામોની યાદી (ચૂંટણી કમિશનરના પદ માટે) માંગી હતી, પરંતુ તે મળી ન હતી. જો યાદી અગાઉ મળી હોત તો અમે તપાસ કરી શક્યા હોત, પરંતુ યાદી આપવામાં આવી ન હતી.'' તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ તેમને જે યાદી સોંપવામાં આવી હતી તેમાં 212 નામ હતા. તેઓ રાત્રે દિલ્હી પહોંચ્યા અને બપોરે પીએમની મીટિંગ માટે જવાનું હતું. આવી સ્થિતિમાં તે 212 લોકોની તપાસ કેવી રીતે કરશે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech