મિશન ઈલ–લિગલ! ક્રાઇસ્ટ હોસ્પિટલમાં ગેરકાયદે બાંધકામ

  • March 22, 2023 10:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બે માળ સુધીનો પ્લાન જ મંજૂર છતાં ત્રીજા માળનું પૂરજોશમાં બાંધકામ! ધી જીપીએમસી એકટ, ટાઉન પ્લાનિંગ એકટ કે જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સમાં કયાંય એવી જોગવાઇ છે કે બે માળના બાંધકામનો પ્લાન મંજૂર થયો હોય અને ત્રણ માળ સુધીનું બાંધકામ કરી શકાય? સામાન્ય નાગરિક આવું કરે તો નોટિસ ફટકારી ડરાવતું તત્રં હોસ્પિટલ સામે કેમ વામણું?




રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૩માં જામનગર રોડ ઉપર માધાપર ચોકડી નજીક આવેલી ક્રાઇસ્ટ હોસ્પિટલમાં થર્ડ લોરનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે ! સામાન્ય નાગરિકોને નોટિસો ફટકારતું અને છાપરા–ઓટલા તોડવા દોડી જતું તત્રં અહીં ચાલતા ગેરકાયદે બાંધકામ મામલે તપાસ કરશે કે નહીં ? અને જો તપાસ કરશે તો એકશન લેશે કે નહીં ? તેવો સો મણનો સવાલ શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યો છે.





વિશેષમાં સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ક્રાઇસ્ટ હોસ્પિટલમાં નવું બાંધકામ ચાલી રહ્યું છે તેમાં બે માળ સુધીના બાંધકામને મંજૂરી છે પરંતુ તદ્દઉપરાંત હાલમાં ત્રીજા માળનું બાંધકામ પણ કરવામાં આવી રહ્યું છે, શું ધી જીપીએમસી એકટ, ટાઉન પ્લાનિંગ એકટ કે જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સમાં કયાંય એવી જોગવાઇ છે કે બે માળના બાંધકામનો પ્લાન મંજુર થયો હોય અને ત્રણ માળ સુધીનું બાંધકામ કરી શકાય ? યારે કોઇ પણ બિલ્ડીંગની કન્સ્ટ્રકશન સાઇટનું કામ ચાલુ હોય ત્યારે કયારેય ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ વિઝીટ કરવા જાય છે કે નહીં ? તેવો સવાલ પણ અહીં ઉઠા વિના રહેતો નથી.





બિલ્ડિંગ પ્લાન મંજુર કર્યા પછી સીધુ જ યારે કમ્પ્િલશન સર્ટિફિકેટ આપવાનું હોય ત્યારે જ વિઝીટ કરવામાં આવે છે કે પછી વચગાળામાં સમયાંતરે વિઝીટ કરાય છે તે બાબત પણ તપાસનો વિષય એટલા માટે છે કે જો મંજુર પ્લાન ઉપરાંતનું બાંધકામ થતું હોય તો તેનો ખ્યાલ તુરતં જ આવી જાય. જો ચેકિંગ કરાય જ નહીં તો પ્લાન ઉપરાંતનું વધારાનું ગેરકાયદેસર બાંધકામ થઇ જાય ત્યાર પછી જ ખ્યાલ આવે !! હોસ્પિટલના ઉપરોકત મામલે તપાસ થવી જોઇએ અને ટાઉન પ્લાનિંગ ઓફિસરે સંબંધિત જવાબદારો સામે પગલાં લેવા જોઇએ તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે.




શહેરમાં ઇમ્પેકટ ફીની સ્કિમ દરમિયાન નવા ગેરકાયદે બાંધકામો કરી મંજુર કરાવી લેવા ભેજાબાજો સક્રિય!



રાજ્ય સરકાર દ્રારા અનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા ઇમ્પેકટ ફીની સ્કિમ અમલી બનાવવામાં આવી છે પરંતુ હાલ રાજકોટ શહેરમાં એવો ટ્રેન્ડ શ થયો છે કે અમુક ભેજાબાજ ખેલંદાઓ સ્કીમના સમયગાળામાં જ ફટાફટ નવું ગેરકાયદે બાંધકામ કરીને ઇમ્પેકટ ફી હેઠળ અરજીઓ કરવા લાગ્યા છે તે વાસ્તવિકતા છે. શું ઉપરોકત હોસ્પિટલનો પણ આવો કઇં ઇરાદો હતો કે કેમ? તેવો મુદ્દો ઉપસ્થિત થયા વિના રહેતો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application