જો તમે વજન વધવાની સમસ્યાથી પરેશાન છો તો આ ખાદ્યપદાર્થો આજે જ તમારા ડાયટમાં સમાવો

  • December 25, 2023 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિયાળાની ઋતુમાં આપણે સામાન્ય રીતે ઠંડીથી પોતાને બચાવવા માટે ધાબળા ઓઢીને ઘરની અંદર બેસી રહેવું પસંદ કરીએ છીએ. જો તમે આ સમયનું અવલોકન કર્યું હોય તો આ ઋતુમાં તમને વારંવાર ચરબી અને ખાંડવાળા ખોરાક ખાવાનું મન થાય છે. શરીરના તાપમાનને મેનેજ કરવા માટે આવું થાય છે પરંતુ આ બધું તમારું વજન વધારવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. આ સિવાય ક્રિસમસ અને નવા વર્ષના અવસર પર પણ આપણે પોતાની જાતને વધારે પડતું લેવાથી રોકી શકતા નથી. કેમ કે, તહેવાર દરમિયાન ઉજવણીનો માહોલ હોય ત્યારે સ્વાદિષ્ટ ખોરાક મોંમા પાણી લેવા દેતા હોય છે અને વધુ પડતુ ખોરાકનું સેવન કરવાથી વ્યક્તિ ખૂદને રોકી શકતો નથી. ત્યારે વજન વધવાની આ સમસ્યા તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વજન વધવાને કારણે હ્રદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા વગેરે જેવી અનેક બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. તેથી, મહત્વનું છે કે તમે તમારું વજન જાળવી રાખો. કેટલીક ખાદ્ય વસ્તુઓ તમને વજન જાળવવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ કે શિયાળામાં વજન ઘટાડવા માટે કઇ ખાદ્યવસ્તુઓને ડાયટમાં સામેલ કરવી ફાયદાકારક સાબિત થઇ શકે છે.

પાલક

પાલક સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર છે. તે ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે.  જે વજન ઘટાડવા અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ  તે લાંબા સમય સુધી ભૂખ લાગવાથી બચાવે છે, જેના કારણે તમે વધારે ખાવાની સમસ્યાથી બચી શકો છો.

ડ્રાય ફ્રૂટ્સ

ડ્રાય ફ્રૂટ્સ ઘણા પોષક તત્વોથી ભરેલા હોય છે. તેથી, તે ખાવાથી માત્ર એક જ નહીં પરંતુ અનેક ફાયદા થઈ શકે છે. ડ્રાયફ્રુટ્સમાં સારી ચરબી, એમિનો એસિડ અને ફાઈબર મળી આવે છે. તે લાંબા સમય સુધી તમારી ભૂખને સંતોષી શકે છે. જેનાથી અતિશય આહારની સમસ્યાને અટકાવી શકાય છે. તેથી, તે તમારી વજન ઘટાડવાની યાત્રામાં મદદરૂપ થઈ શકે છે.


ગાજર

ગાજર ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ખાવાથી વિટામિન એ અને ફાઈબરની માત્રા પૂરી થઈ શકે છે. આ સિવાય તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થતી નથી. તેથી તે વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એવોકાડો

એવોકાડો ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર અને ઘણા મિનરલ્સ પણ મળી આવે છે.  જે પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે. આ સિવાય તે તમારી વધારે ખાવાની સમસ્યાને પણ ઓછી કરે છે. તેથી તે વજન ઘટાડવામાં ઘણુ ઉપયોગી રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application