'હું મુખ્યમંત્રી બનવા માંગુ છું...' અજિત પવારે કાકાને ભગવાન ગણાવ્યા પણ છેલ્લે માર્યો ટોણો !

  • July 05, 2023 04:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ આખરે ડેપ્યુટી સીએમ અજિત પવારે પોતાની રાજકીય મહત્વાકાંક્ષાનો ખુલાસો કર્યો છે. અજિત પવારે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના સીએમ બનવા માંગે છે જેથી કરીને લોકોના કલ્યાણ માટે તેમની પાસે જે યોજનાઓ છે તેનો અમલ કરી શકે. આ દરમિયાન અજિત પવારે તેમના કાકા શરદ પવારનો પણ ઉલ્લેખ કર્યો હતો. અજિત પવારે કહ્યું કે શરદ પવાર અમારા માટે ભગવાન છે, અમે તેમના આશીર્વાદ માંગીએ છીએ.


મહારાષ્ટ્રમાં NDA સરકારનો હિસ્સો બનેલા અજિત પવારે 2014માં ભાજપની જીતનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપ્યો હતો. અજિત પવારે કહ્યું કે નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે જ 2014માં ભાજપ સત્તામાં આવી હતી.


અજિત પવારે ઉપનગરીય બાંદ્રામાં તેમના જૂથ દ્વારા બોલાવેલી બેઠકમાં આ વાત કહી. અજિત પવારે કહ્યું કે 2004ની વિધાનસભા ચૂંટણીમાં NCP પાસે કોંગ્રેસ કરતા વધુ ધારાસભ્યો હતા, જો તે સમયે અમે કોંગ્રેસને મુખ્યમંત્રી પદ ન આપ્યું હોત તો આજ સુધી મહારાષ્ટ્રમાં માત્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જ મુખ્યમંત્રી હોત. અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે દાવો કર્યો હતો કે તેમની પાસે 40 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે.


એક તરફ અજિત પવારે તેમના કાકા શરદ પવારને દેવતા કહ્યા તો બીજી તરફ તેમને ટોણા પણ માર્યા. ભાજપનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ત્યાં નેતાઓ 75 વર્ષમાં નિવૃત્ત થાય છે. અજિતે તેના કાકાની ઉંમર અને રાજકીય સક્રિયતા પર કટાક્ષ કર્યો.


અજિત પવારે કહ્યું, "તમે મને બધાની સામે વિલન તરીકે બતાવ્યો. મને હજુ પણ તેમના (શરદ પવાર) માટે આદર છે... તમે મને કહો કે, IAS અધિકારીઓ 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે... રાજકારણમાં પણ ભાજપના નેતાઓ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું ઉદાહરણ જોઈ શકો છો... આ નવી પેઢીને આગળ વધવાની તક આપે છે... તમે (શરદ પવાર) અમને અમારા આશીર્વાદ આપો... પરંતુ તમે 83 વર્ષના છો, શું તમે અટકવાના નથી?... અમને તમારા આશીર્વાદ આપો અને અમે પ્રાર્થના કરીશું કે તમે લાંબુ જીવો."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application