યુવરાજસિંહની SIT કમિટીને યાચિકા, તબિયત લથડતા હાજર થવા માટે વધુ સમયની કરી માંગ

  • April 19, 2023 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બની ચુકેલા સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, આજરોજ બપોરે 12 વાગ્યે નવાપરા ડીએસપી ઓફિસમાં હાજર રહેવા માટે તેમને આદેશ હતા. જો કે આજે તેમના સમન્સનો સમય પૂર્ણ થઇ જવા છતાં તેઓ પોલીસ સ્ટેશન હાજર થયા નથી. સમન્સનો સમય પૂરો થયાના કલાક બાદ યુવરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે.


વિદ્યાર્થીનેતા યુવરાજસિંહે હવે SIT કમિટીને પત્ર લખી દસ દિવસનો સમય માંગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ તેમણે જણાવ્યું છે કે, હાલ તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમને વધુ સમય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. તેમના પત્ની બિંદીયાબા જાડેજાએ ટવીટ કરી આ માહિતી આપી છે.


હાલ સુધીમાં ડમી કાંડ મામલે 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. બાકીના મોટાભાગનાં આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. નોંધનીય છે કે, આ મામલે 32 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ભાવનગર પોલીસે સમગ્ર ડમી કાંડની તપાસ માટે બનાવેલી SIT અલગ અલગ દિશાઓમાં કામ કરી રહી છે. અગાઉ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે અલગ અલગ બાબતે વિડીયો મારફત કેટલાક વ્યક્તિઓના નામ લઇ પરીક્ષાઓ મામલે ઘટસ્ફોટ કર્યા છે, જેમના એક ખુલાસાના નાણાકીય વ્યવહાર મામલે ખુલાસા કરવા માટે પોલીસ દ્વારા સમન્સ પાઠવાયું છે.

મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમ ની માહિતી છે હું એની ઉપર કામ પણ કરી રહીયો છું.

એને ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું ??

— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 19, 2023


ત્યારે આજે ડમી કાંડમાં પોતાના પર લાગેલા 1 કરોડ રૂપિયા લેવાના આરોપ બાદ મળેલા સમન્સને પોસ્ટ કરીને તેમણે ગુજરાતના યુવાઓને પ્રશ્ન પૂછી મદદ માંગતું ટવીટ કર્યું છે કે, “મિત્રો મારો એક પ્રશ્ન છે દિલ ઉપર હાથ રાખી જવાબ આપજો. તમારો જવાબ શિરોમાન્ય રહશે. એટલે વિચારીને જવાબ આપજો. કેમ કે આ લડાઇ તમારા વતી હું લડી રહીયો છું. હું તમારા માટે લડું છું તો તમારું પણ મંતવ્ય જરૂરી છે. સત્યને પક્ષે રાખી બહુ મોટા કૌભાંડો ઉજાગર કરવા "રણછોડ" થઈને રહેવું સારું. કે પછી જાણું છું કે કપટ થવાનું છે અને ષડયંત્ર નો ભોગ બની રંડાવું સારું ? કેમ કે અંતે તે સરકાર છે....તે સર્વસત્તાધીશ છે. દિવસ ને રાત ને રાત ને દિવસ કરતાં એને આવડે છે. બધું કંટ્રોલ કરી જૂઠ ને સત્ય મનાવી પણ લેશે.”


વધુ એક ટવીટ કરી તેમણે પૂછ્યું છે કે, “મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમ ની માહિતી છે હું એની ઉપર કામ પણ કરી રહીયો છું. એને ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું ??”


ગત રોજ યુવરાજસિંહે જણાવ્યું હતું કે “મારા પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, સરકાર અને પોલીસને હું તમામ સવાલોના જવાબ આપવા તૈયાર છું, પણ મને અને મારા પરીવારને ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યો છે” યુવરાજસિંહે સાથે કહ્યું કે આવનારા સમય “આનાથી વધારે મોટા કૌભાંડો હું ટૂંક સમયમાં બહાર લાવીશ.”
​​​​​​​
​​​​​

મિત્રો મારો એક પ્રશ્ન છે દિલ ઉપર હાથ રાખી જવાબ આપજો. તમારો જવાબ શિરોમાન્ય રહશે. એટલે વિચારીને જવાબ આપજો. કેમ કે આ લડાઇ તમારા વતી હું લડી રહીયો છું. હું તમારા માટે લડું છું તો તમારું પણ મંતવ્ય જરૂરી છે.

સત્યને પક્ષે રાખી બહુ મોટા કૌભાંડો ઉજાગર કરવા "રણછોડ" થઈને રહેવું સારું.

કે…

— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 19, 2023


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application