ઇટાવામાં પતિ-પત્ની સામસામે લડશે ચૂંટણી !

  • April 25, 2024 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 હવે યુપીની પ્રખ્યાત લોકસભા સીટ ઈટાવા પર રસપ્રદ મુકાબલો થશે.  આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રામ શંકર કથેરિયાની પત્ની મૃદુલા કથેરિયાએ બુધવારે ઉમેદવારી નોંધાવીને પોતાના પતિ વિરુદ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મૃદુલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી છે. બુધવારે, બી એસ પી  ઉમેદવાર સારિકા સિંહ બઘેલ અને ભાજપના ઉમેદવાર મૃદુલા કથેરિયાના પત્ની સહિત કુલ આઠ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું. ભાજપના ઉમેદવાર રામશંકર કથેરિયાએ બુધવારે ફરીથી ઉમેદવારી પત્રોના ત્રણ સેટ સબમિટ કર્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઇટાવામાં જાહેર સભા યોજીને લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં રેલી કરશે. આ જાહેર સભા 28 એપ્રિલે બપોરે 12 કલાકે નુમાઈશ પંડાલમાં યોજાશે. આ બેઠક માટે પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમિત શાહના આગમનથી ભાજપમાં ઉત્સાહ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application