માનવીના જીવનમાં ધર્મસ્થાનક સ્પીડબ્રેકરનું કામ કરે છે: ધીરગુરૂદેવ

  • January 09, 2023 07:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રી વર્ધમાન વૈવાચ્ય કેન્દ્ર-રાજકોટના ઉપક્રમે રીબડા ગામે ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં નવનિર્મિત અજિતનાથ જૈન ઉપાશ્રયની ઉદ્દઘાટન ઉત્સવની શાનદાર ઉજવણી થઇ હતી. આ પ્રસંગે લીંબડી સંપ્રદાયના પૂ. નિરંજનમુનિ મ.સા. તથા પૂ. નયનાજી મ.સ.આદિ ઠાણા ઉપસ્થિત રહ્યા હતા.



સલુણી સવારે શપ્યાદાન મહાદાનના જયઘોષે અને ગુરૂદેવના માંગલિક બાદ પ્રમોદાબેન કિશોરચંદ્ર કોટીયા અને સુરેખાબેન હમસખુભાઇ કામાણીના હસ્તે રીમોટથી વ્યાખ્યાન હોલનું સમીરભાઇ કોટીચા, મુકેશભાઇ, કેતનભાઇ, વિજયભાઇ કામાણી, શશીકાંતભાઇ  અને ચંદ્રકાંતભાઇ કોટીચાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવેલ.



ત્યારબાદ શ્રી રાજકોટ જૈન મોટા સંઘ દ્વારા તા. ર૬/૧/૧૯પ૮ ના શામજી વેલજી વિરાણી સ્મારક ટ્રસ્ટ અને જૈનશાળા શિક્ષિકા સંતોકબેન પુંજાભાઇ પ્રેરિત વિનોદ વિરાણી વિશ્રામ ગૃહની અતીતની સ્મૃતિની તકતી અનાવરણ વિધિ હરેશભાઇ વોરા, દિનેશભાઇ દોશી, બકુલેશ રૂપાણી, કમલેશ મોદી, સતીશ બાટવીયા, શક્તિસિંહ જાડેજા વિગેરેના હસ્તે અહોદાનંના જયનાદે કરવામાં આવેલ. કળશધારી બહેનોએ નગારાના નાદે દાતાઓનું સામૈયું કર્યા બાદ સુશોભિત સમિયાણામાં સહુ ધર્મસભામાં ગોઠવાયા હતા. ડુંગર દરબારમાં મંગલાચરણ પશ્ચાત સ્વાગત નૃત્ય જશાપર ક્ધયા મંડળે રજૂ કરેલ. નીરવ સંઘાણી અને હરેશભાઇ વોરાએ આવકાર પ્રવચન કરી દાતાઓનો ઋણ સ્વીકાર કરેલ.



પૂ. ધીરગુરૂદેવે જણાવેલ કે એક સાતાકારી ધર્મસ્થાનક મહાલાભનું કારણ બને છે. માનવીના જીવનમાં પાપ માર્ગેથી બચાવવામાં ધર્મસ્થાનકો સ્પીડબ્રેકર સમાન છે. દિનેશભાઇ દોશી, તારકભાઇ વોરા, જયશ્રીબેન શાહ વિગેરેની નિર્માણમાં સેવાઓને બિરદાવી હતી.
પૂ. નિરંજન મુનિ. મ.સા.એ બિનસાંપ્રદયિક અને ચારેય ફિરકાને ઉપયોગી ઉપાશ્રય નિર્માણની પૂ. ધીરગુરૂદેવની ઉદાત્ત ભાવનાની વૈયાવચ્ય ગુણધરાણં નમો નમ:ના સૂત્ર દ્વારા અભિવંદના કરેલ.



કાયમી વૈયાવચ્ય નિભાવ યોજનાનો પ્રમોદાબેન કોટીચા અને નવકાર તકતીનો પુષ્પાબેન હરસુખલાલ કોટીચા પરિવાર તેમજ સાતાકારી પાટનો દાતાઓ અને ક્ષત્રિય પરિવારના ભાવિકોએ લાભ લીધેલ.



કોટીચા, કામાણી અને ૧૧૧ સ્કૂલોના નિર્માણ નિયોજક શશીકાંતભાઇ કોટીચાનું સમસ્ત સંઘો વતી રજનીભાઇ બાવીસી, પ્રફુલભાઇ જલાણી, સુભાષભાઇ પારેખ (જેતપુર), શરદ દામાણી (ધોરાજી), બકુલેશ રૂપાણી, મહેશ મહેતા, રાજેશ વિરાણી, કે.ટી. હેમાણી વિગેરેએ પાઘડી અને મોમેન્ટોથી સન્માન કરેલ. મુખ્ય મહેમાન પદે મહિપતસિંહ જાડેજા પરિવારના હર્ષાબા જાડેજા, દશરથબા જાડેજા, સગુણાબા જાડેજાનું વર્ષા ઘેલાણી, શિલ્પા કામાણી, જયશ્રી બાટવીયા, પ્રવિણા મહેતા, હીના કામાણી, ચિન્મય હેમાણીએ સન્માન કરેલ. તિલક વિધિ રૂશાલી કામદારે કરેલ, જૈન રામાયણની અર્પણ વિધિ ઇન્દુભાઇ બદાણી, પ્રશાંત વોરા વિગેરેએ કરેલ. સૂત્ર સંચાલન જશવંત મણિયારે કરેલ. ગૌતમપ્રસાદ લઇ સહુ ભાવવિભોર હૈયે વિખરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application