BREAKING NEWS

ધ્રોલમાં ડીઝલ મેળવવા વાહનચાલકોની ભારે ભીડ

  • May 23, 2026 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલમાં ડીઝલ મેળવવા વાહનચાલકોની ભારે ભીડ

પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ધ્રોલના પારેખ પેટ્રોલ પંપ ખાતે રાત્રિના સમયે ડીઝલ લેવા માટે વાહનચાલકોની ભારે ભીડ ઉમટી પડી હતી. સમી સાંજથી જ પેટ્રોલ પંપ પર ડીઝલનો ટાંકો આવવાનો હોવાની માહિતી મળતા વિવિધ વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી. આ વિસ્તારમાં ટ્રેક્ટર, કાર, ટ્રક તેમજ અન્ય વાહનોની અવરજવર વધતા ભારે ચહલપહલનો માહોલ સર્જાયો હતો.

પેટ્રોલ પંપના સંચાલક દ્વારા જણાવાયું હતું કે, તમામ લોકોને સમાન પ્રમાણમાં ડીઝલ મળી રહે તે હેતુથી પ્રતિ વ્યક્તિ રૂ. ૩,૦૦૦ સુધી અને ટ્રકોમાં રૂ. ૫,૦૦૦ સુધીનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થાને કારણે મોટી સંખ્યામાં આવેલા વાહનચાલકોને શાંતિપૂર્ણ રીતે ડીઝલ વિતરણ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ પારેખ પેટ્રોલ પંપ પર દરરોજ અંદાજે ૧૦,૦૦૦ લિટર ડીઝલનો કોટો આવે છે. ધ્રોલ શહેરમાં કુલ અંદાજે નવ જેટલા પેટ્રોલ પંપ આવેલા હોવા છતાં ડીઝલ માટે લોકોમાં ભારે માંગ જોવા મળી રહી છે. ખાસ કરીને જોડિયા અને બાલંભા વિસ્તારના ખેડૂતો પણ બેરલ લઈને ડીઝલ લેવા માટે ધ્રોલ પહોંચી રહ્યા છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application