નવી સંસદમાં ગૃહપ્રવેશ : નવી સંસદમાં મહિલા આરક્ષણ બિલ 'નારી શકિત વંદન એકટ' નામ સાથે રજૂ 

  • September 19, 2023 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા સંસદ ભવનમાં આજથી નવપ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં શ કરવામાં આવી હતી. જૂના સંસદભવનથી નવા સંસદભવન સુધી વડાપ્રધાન મોદી હાથમાં સમ્વીધ્નની પ્રત લઈને પગપાળા નીકળ્યા હતા. તમામ સાંસદો પણ તેમની સાથે પગપાળા નવા સંસદચાવન સુધી પહોચ્યા હતા. હતા. વડાપ્રધાન મોદી દ્રારા કાર્યવાહી શઆત પહેલા નવા સંસદભવનમાં પહેલું સંબોધન કરવામાં આવ્યું હતું. નવા સંસદમાં પીએમ મોદીએ પ્રથમ સંબોધનની શઆત કહ્યું કે, આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પાવન દિવસે નવા સદનમાં નવી શઆત સંદર્ભે દેશવાસીઓને, તમામ સાંસદો અને સહયોગીને મારા તરફથી મિચ્છામી દુક્કડમ! આ દિવસ ક્ષમા કરવાનો છે ત્યારે જૂના કડવી યાદોને ભૂલાવીને આગળ વધવાનું છે.


કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કયુ છે. આ પહેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે મહિલા અનામત બિલનું નામ 'નારી શકિત વંદન એકટ' હશે. તેમણે કહ્યું કે આ કાયદાના અમલ પછી આપણું લોકતત્રં વધુ મજબૂત બનશે. અમારી સરકાર આ કાયદાને કાયદો બનાવવા મક્કમ છે. યારે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.


કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે મહિલા આરક્ષણ બિલની અવધિ ૧૫ વર્ષ હશે. જો કે, સંસદ પાસે આ સમયગાળો વધારવાની સત્તા હશે. મેઘવાલે કહ્યું કે આ કાયદો પસાર થયા બાદ લોકસભામાં મહિલા સીટોની સંખ્યા વધીને ૧૮૧ થઈ જશે. હાલ લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા ૮૨ છે.


બિલ રજૂ કરતી વખતે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસે જાણી જોઈને આ બિલ લોકસભામાં રજૂ કયુ નથી. કોંગ્રેસમાંથી ષડયંત્રની ગધં આવી રહી છે. બિલના ડ્રાટ અનુસાર, દિલ્હી સહિત સંસદ અને તમામ વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત હશે. મોટી વાત એ છે કે એસસી એસટી વર્ગ માટે કવોટાની અંદર કવોટા લાગુ કરવામાં આવશે. મતલબ કે ૩૩ ટકા અનામતની અંદર એસટી એસસીમાં સમાવિષ્ટ્ર જાતિઓ માટે અનામતની જોગવાઈ હશે.


બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે સીમાંકન પછી જ અનામત લાગુ કરવામાં આવશે. બિલના ડ્રાટ અનુસાર સીમાંકન માટે કમિશનની રચના કરવામાં આવશે. સીમાંકન બાદ સીટોમાં લગભગ ૩૦ ટકાનો વધારો થશે. સીમાંકન સંસદ અને વિધાનસભા બંને માટે હશે. પીએમ મોદીએ કહ્યું કે જો બિલ કાયદો બનશે તો સંસદમાં મહિલાઓની સંખ્યા અનેકગણી વધી જશે. હત્પં તમામ સાંસદોને બિલ પાસ કરવા વિનંતી કં છું. આજે સાંસદોનું ફોટો સેશન કરાયું હતું અને ત્યારબાદ સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોના સાંસદો એક વિશેષ કાર્યક્રમ માટે એકઠા થયા હતા જેમાં સીનીયર સાંસદો દ્રારા સંસદના સંસ્મરણો વ્યકત કરાયા હતાં. 'ભારતીય સંસદનો વારસો અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ'નામના આ કાર્યક્રમનું નેતૃત્વ ઉપરાષ્ટ્ર્રપતિ અને રાયસભાના અધ્યક્ષ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્રારા કરાયું હતું. આ પ્રસંગે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાયસભામાં એનડીએના નેતા પીયૂષ ગોયલ અને રાયસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ સભાને સંબોધન કયુ હતું. વર્તમાન લોકસભા સભ્યોમાં મેનકા ગાંધી સૌથી લાંબા સમય સુધી આ ગૃહમાં છે. એ જ રીતે મનમોહન સિંહ રાયસભામાં સૌથી વધુ અનુભવી છે. જો લોકસભા અને રાયસભા બંને ગૃહોના સભ્યપદના સંદર્ભમાં સૌથી વધુ અનુભવ ધરાવતા સાંસદની વાત કરીએ તો આ માપદડં પર શિબુ સોરેનનું નામ પ્રથમ નંબરે છે. એટલા માટે આ ત્રણ સાંસદોને વિશેષ સત્રને સંબોધવા માટે પસદં કરવામાં આવ્યા હતા.


જૂનું સંસદ ભવન બન્યું સંવિધાન સદન
વિદાય પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે નવી સંસદ ભવનમાં આપણે બધા નવા ભવિષ્યના શ્રી ગણેશની કરવા જઈ રહ્યા છીએ. આ ક્ષણ આપણને ભાવુક કરે એવી છે અને આપણી ફરજ માટે પ્રેરણા પણ આપી છે. અહીં ૧૯૪૭માં બ્રિટિશ સરકારે સત્તા સ્થાનાંતરિત કયુ હતું, આ સેન્ટ્રલ હોલ તેનો સાક્ષી રહ્યો છે. આ સેન્ટ્રલ હોલ આપણી લાગણીઓથી ભરેલો છે. આ સ્થાનની ગરિમા ઓછી ન થવી જોઈએ. તે માટે હવે તેને સંવિધાન સદન નામેથી ઓળખાશે


​​​​​​​આ રીતે નવા સંસદ ભવનના શ્રી ગણેશ થયા

વડાપ્રધાન મોદી હાથમાં બંધારણની કોપી લઈને જૂના સંસદ ભવનથી નવા સંસદ ભવન સુધી પદયાત્રા કરી હતી. આ દરમિયાન તમામ મંત્રીગણ અને તમામ ૭૮૩ સાંસદસભ્યો પણ પ્રધાનમંત્રી મોદી સાથે પદયાત્રામાં જોડાયા હતા.ત્યારબાદ નવા સંસદ ભવનમાં રાયસભાની કાર્યવાહી બપોરે ૨.૧૫ વાગ્યે અને લોકસભાની કાર્યવાહી બપોરે ૧.૧૫ વાગ્યે શરૂ થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application