અભય વર્મા અને શર્વરી વાઘ સ્ટારર ફિલ્મ 'મુંજ્યા' બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. માત્ર 30 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ હોરર કોમેડી ફિલ્મ માત્ર 4 દિવસમાં તેની કિંમત વસૂલવાની આરે છે. ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું ઓપનિંગ કલેક્શન માત્ર 4 કરોડ 21 લાખ રૂપિયા હતું, પરંતુ વર્ડ ઑફ માઉથ પબ્લિસિટીને કારણે તેની કમાણી રોજેરોજ વધતી રહી. શુક્રવારે રિલીઝ થયા પછી, બીજા દિવસે ફિલ્મના બિઝનેસમાં લગભગ 80%નો ઉછાળો આવ્યો અને શનિવારે તેણે 7 કરોડ 40 લાખ રૂપિયાની કમાણી કરી.
રવિવારે ફિલ્મની કમાણી 8 કરોડ 43 લાખ રૂપિયાના આંકડાને સ્પર્શી ગઈ હતી અને સોમવારે પણ ફિલ્મના કલેક્શનમાં કોઈ ખાસ ઘટાડો થયો ન હતો. ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન 4 કરોડ 11 લાખ રૂપિયા હતું, જે તેના શરૂઆતના દિવસના કલેક્શન કરતાં થોડું ઓછું છે. ફિલ્મની કમાણીના આંકડા જાહેર કરતા, નિર્માતાઓએ એક પોસ્ટમાં લખ્યું, "મુંજ્યા સોમવારે પણ શાનદાર કમાણી સાથે લોકોના દિલ જીતવાનું ચાલુ રાખે છે."
મેકર્સે તાજેતરમાં જણાવ્યું છે કે 'સ્ત્રી 2'નું ટીઝર ફિલ્મ 'મુંજ્યા'ના સ્ક્રીનિંગ દરમિયાન ચલાવવામાં આવશે. દિનેશ વિજાન પ્રોડક્શનની ફિલ્મ 'મુંજ્યા'ને સીધી 'સ્ત્રી' અને 'ભેડિયા' સાથે જોડવામાં આવી રહી છે. આ ત્રણેય હોરર કોમેડી ફિલ્મો એક જ યુનિવર્સ માંથી લેવામાં આવી છે અને હવે તે ભવિષ્યમાં ચાહકોનું કેવું મનોરંજન કરશે તે જોવું રહ્યું. ફિલ્મ 'મુંજ્યા'ને IMDb પર 10 માંથી 7.4 રેટિંગ મળ્યું છે અને ફેન્સને તેની અદ્ભુત વાર્તાનો ઘણો આનંદ લઈ રહ્યા છે.
ફિલ્મની વાર્તા એવી માન્યતા પર આધારિત છે જે મુજબ જો કોઈ છોકરો 10 દિવસની અંદર મૃત્યુ પામે છે, તો તે બ્રહ્મરાક્ષસ બની જાય છે અને તેની આત્મા આવનારી પેઢીઓને દેખાતી રહે છે. આ રાક્ષસ તેની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા માટે તેના વંશજોને પરેશાન કરતો રહે છે, તેનાથી બચવા માટે તેની રાખને ઝાડ નીચે દફનાવી દેવામાં આવે છે અને તેની આત્માને તેની સાથે જોડી દેવામાં આવે છે. પણ બ્રહ્મરાક્ષસ આ જેલમાંથી મુક્ત થઈ જાય છે અને પછી વાર્તા નવો વળાંક લે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ
May 19, 2025 03:05 PMગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ડો. ચેતનાબેન તિવારીને ફાળે
May 19, 2025 03:03 PMએક ડઝન ઇમારતના વીજકનેકશન કાપવાની કામગીરી શ
May 19, 2025 03:02 PM2024-25માં ભારતે 24.14 બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરી
May 19, 2025 02:54 PMબાકી લેણું માગનારને માર મારી હડધુત કરવાના કેસમાં ખેડૂત નિર્દોષ
May 19, 2025 02:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech