૮ કોચને પણ દ્રોણાચાર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા ; અલગ અલગ સ્પોર્ટ્સના ૨૫ ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એનાયત કરાયો અર્જુન એવોર્ડ
ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી દૂર હોવા છતાં મોહમ્મદ શમીનો દબદબો છે. આજે તેમને દેશનો બીજો સૌથી મોટો સ્પોર્ટ્સ એવોર્ડ મળ્યો છે. આ ભારતીય ફાસ્ટ બોલરને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. શમીએ આ સન્માન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી મેળવ્યું હતું. તે આ એવોર્ડ મેળવનાર ૪૬મો પુરૂષ ક્રિકેટર છે. શમી સિવાય અન્ય ૨૫ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.
શમીનું નામ પહેલાથી જ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું, જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે આ ખાસ ક્ષણને તેના સ્વપ્નની સાક્ષાત્કાર તરીકે વર્ણવી હતી. શમીએ કહ્યું હતું કે જીવન પસાર થઈ જાય છે પરંતુ આ એવોર્ડ કોઈને મળતો નથી. આ મારું સદ્ભાગ્ય છે કે મને આ મળવાનું છે.
અર્જુન એવોર્ડ એ દેશનો બીજો સૌથી મોટો સ્પોર્ટ્સ એવોર્ડ છે, જે ખેલાડીઓને પાછલા વર્ષોમાં તેમના શાનદાર પ્રદર્શનના આધારે મળે છે. અને, આ વખતે શમીને તેના માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે તેણે ક્રિકેટના મેદાન પર તરખાટ મચાવ્યો હતો. તેનું બેસ્ટ પર્ફોમન્સ ઓડીઆઇ વર્લ્ડ કપ ૨૦૨૩માં જોવા મળ્યું હતું, જેમાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. કુલ ૨૬ ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો, જેમાંથી શમી એકમાત્ર ક્રિકેટર છે.
દેશની 'ખેલ રત્ન' જોડી : ચિરાગ-સાત્વિક
દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન વિશે વાત કરીએ તો ચિરાગ અને સાત્વિકની બેડમિન્ટન જોડીને આ એવોર્ડ મળ્યો છે. વર્ષ ૨૦૨૩ આ જોડી માટે યાદગાર રહ્યું. તેણે એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય બંનેએ સાથે મળીને ઈન્ડોનેશિયા સુનાર ૧૦૦૦, કોરિયા સુપર ૫૦૦ અને સ્વિસ સુપર ૩૦૦ જેવી ઘણી મોટી ઈવેન્ટ્સ જીતી છે. ખેલાડીઓ ઉપરાંત દેશના ૮ કોચને તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ કોચિંગ માટે દ્રોણાચાર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech