જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓ, કલાકારોને પ્રજાસત્તાક પર્વના રોજ સન્માનિત કરાશે 

  • January 12, 2023 10:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓ, કલાકારોને પ્રજાસત્તાક પર્વના રોજ સન્માનિત કરાશે 

જરૂરી પ્રમાણપત્રો સાથે ૨૦ જાન્યુઆરી સુધી રમત ગમત અધિકારીની કચેરી ખાતે અરજી કરવાની રહેશે 

જામનગર તા.૧૨ જાન્યુઆરી, દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે જામનગર શહેર-જિલ્લાના કલાકારો, ખેલાડીઓ, સાહસિકોનું સન્માન કરવામાં આવશે. જેમાં તા.૧૫-૮-૨૦૨૨ પછીના સમયથી અત્યાર સુધી જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી જે ખેલાડીઓ-કલાકારો રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની રાષ્ટ્રકક્ષાએ ભાગ લેવા ગયેલ હોય તેમજ કોઈ વિશેષ સિદ્ધિ મેળવેલ હોય તેવા ખેલાડીઓ, કલાકારો, સાહસિકો પોતાના બાયોડેટા, જરૂરી પ્રમાણપત્રો સાથેની અરજી તા.૨૦-૧-૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં.૪૨ રાજપાર્ક ખાતે મોકલવાની રહેશે. વધુ માહિતી માટે ૦૨૮૮૨૫૭૧૨૦૯ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application