નવસારીમાં સાંબેલાધાર વરસાદથી પૂરની સ્થિતિ, ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા

  • July 22, 2023 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ ગુજરાતમાં વરસાદ મન મુકીને વર્સી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 75 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે, જ્યારે 11 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.


આ સાથે જ નવસારી જિલ્લામાં ચાર કલાકમાં 13 ઈંચ વરસાદ પડતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોના મકાનો 5 ફૂટ સુધી પાણીમાં છે. રસ્તાઓ ભરાઈ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદને કારણે કાળવા નદીના નીરમાં વધારો થયો છે.


આ સાથે જ હવામાન વિભાગે આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે બીલીમોરાને જોડતી કેનાલ ઓવરફ્લો થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application