કાલાવડ રોડ, યુનિ.રોડ, સાધુ વાસવાણી માર્ગ સહિતના વિસ્તારોમાંથી ૩૬૧ રખડુ ઢોર જપ્ત

  • February 03, 2023 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ અને સાધુ વાસવાણી માર્ગ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૩૬૧ રખડુ ઢોર જપ્ત કરીને ઢોર ડબ્બે પુરવામાં આવ્યા હતા.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના એનિમલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારી સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી પોલીસ ચોકીની સામે, યુનિવર્સિટી રોડ, રૂડાનગર, પ્રેમમંદિર મિરાનગર, સાધુવાસવાણી, જડુસ ચોકડી તથા આજુબાજુમાંથી ૧૯ પશુઓ, શ્રીરામપાર્ક, આરટીઓ પાછળ, શિવમનગર, શિવનગર, માલધારી સોસાયટી, માર્કેટીંગ યાર્ડ શ્રીરામ સોસાયટી, છપ્પનીયા કવાર્ટર, સેટેલાઈટ વિગેરે વિસ્તારમાંથી ૧૫ પશુઓ, રામવન કિસાન ગૌશાળા વિગેરે વિસ્તારોમાંથી ૧૨ પશુઓ, મવડી, પુનીતનગર, દ્વારકેશ હવેલી, રામધણ પાસે, સોરઠીયાપાર્ક, નવલનગર, જીવરાજપાર્ક વિગેરે વિસ્તારમાંથી ૧૭ પશુઓ, આંબેડકરનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ, રામનગર શેરી નં.૪, ખોડિયારનગર મેઇન રોડ, વાવડી પોલીસ ચોકી પાસે વિગેરે વિસ્તારમાંથી ૧૨ પશુઓ, લક્ષ્મીનગરના નાલા પાસે, જયપાર્ક મેઈન રોડ, રાજનગર, નહેરૂનગર, નાનામવા વિગેરે વિસ્તારમાંથી ૧૧ પશુઓ, વેલનાથ સોસાયટી, કોઠારીયા ગામ મેઈન રોડ, કોઠારીયા સોલવન્ટ, મંછાનગર, હરિદ્વાર સોસાયટી, ગણેશનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, વિગેરે વિસ્તારમાંથી ૩૭ પશુઓ, મોચીનગર, અક્ષરનગર, ઉગતા પોરની મેલડી માતા મંદીર પાસે, ગાંધીગ્રામ, શીતકપાર્ક, લાખના બંગલો મેઈન રોડ, ચંદનપાર્ક વિગેરે વિસ્તારમાંથી ૩૧ પશુઓ, રેલનગર મેઈન રોડ, જંકશન પ્લોટ, ભોમેશ્વર રોડ, હંસરાજનગર, હમીરસીંહજી રોડ પરસાણાનગર, પોપટપરા મેઈન રોડ, આસ્થા એવન્યુ વિગેરે વિસ્તારોમાંથી ૧૭ પશુઓ, રૈયાગામ, રૈયાધાર, ગાર્બેજ સ્ટેશન, બંસીધર પાર્ક, નટરાજનગર, આવસ યોજના, મારવાડીવાસ, અયોધ્યા ચોક, ધરમનગર, ગોપાલચોક વિગેરે વિસ્તારમાંથી ૫૬ પશુઓ, મનહરપુર, હિંમતનગર, વિનોદનગર, શિવનગર, માધાપરગામ વિગેરે વિસ્તારમાંથી ૧૭ પશુઓ, પ્રહલાદ પ્લોટ, કરણપરા મેઈન રોડ, વાણીવાડી મેઈન રોડ, કેનાલ રોડ, કેવડાવાડી મેઈન રોડ, લક્ષ્મીવાડી મેઈન રોડ વિગેરે વિસ્તારો પાસેથી ૧૧ પશુઓ, હિંગળાજનગર, મેઈન રોડ, ભીડભંજન સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, સેતુ બંધ સોસાયટી, વૈશાલીનગર, અક્ષરનગર, વિગેરે વિસ્તારમાંથી ૧૪ પશુઓ, સહકર મેઈન રોડ, રાજલક્ષ્મી સોસાયટી મેઈન રોડ, હુડકો, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી-૨, ભક્તિનગર ઈન્ડ્રસ્ટ્રીઝ એરીયા આનંદનગર, નંદાહોલ, હુડકો પોલીસ ચોકી, વિગેરે વિસ્તારમાંથી ૨૨ પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૩૬૧ પશુઓ જપ્ત કરી મ્યુનિ.ઢોર ડબ્બે પુરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application