ગુપ્રસાદ ચોક પાસે રહેતા અને દેવડા ગામના પાટીયા પાસે વડા પાઉંની રેકડી ધરાવનાર યુવાનને તેના પૂર્વ શેઠે ધોકા વડે માર માર્યેા હતો. યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા સોની વેપારીને તેના મિત્રએ લોખંડના સળિયા વડે મારમાર્યેા હતો જે બંને બનાવો અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગુપ્રસાદ ચોક પાસે જય અંબે હોટલની બાજુમાં સુરભી એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦૨ માં રહેતા મૂળ દેવભૂમિ દ્રારકાના વતની દિલીપસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.વ ૩૧) દ્રારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મયુર ભાયાભાઈ ધ્રાંગીયાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે દેવડા ગામના પાટીએ વડાપાઉંની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દેવડા ગામના પાટીયા પાસે જઈ શકતી વડાપાઉં જે મયુર ધ્રાંગિયાની રેકડી છે તેમાં તે મજૂરી કામ કરતો હતો. બાદમાં મયુરભાઈએ તેને ધંધામાંથી છૂટો કરી દીધો હતો ત્યારબાદ યુવાન નવો ધંધો શોધવા લાગ્યો હતો. બાદમાં અહીં જૂના ધંધાની જગ્યાએ વાત કરતા જગ્યા ભાડે આપવાનું કહેતા જેની જગ્યા હોય તેણે હા કહી હતી. ત્યારબાદ તેણે અહીં વડાપાઉંની રેકડી રાજ શકિત વડાપાવ નામે ચાલુ કરી હતી. દરમિયાન જૂના શેઠ મયુર ધ્રાંગીયાને જમીન માલિકે છૂટો કરી દીધો હતો અને તેનો ધંધો બધં થઈ ગયો હતો જે બાબતનો ખાર રાખી તે અવારનવાર ઝઘડો કરવા માટે ઉશ્કેરતો હતો.
તા. ૨૮૩ ના સવારના યુવાનની તબિયત બરોબર ન હોય તેણે મિત્ર કેતનને ફોન કરી તું આજે આવજે તેમ વાત કરી હતી. બાદમાં બંને જણા દેવડા ગામના પાટીએ જવા માટે રવાના થતા કટારીયા ચોકડી પાસે મયુર ઉભો હતો અને તેણે રાડ પાડી યુવાને બોલાવી કહેવા લાગ્યો હતો કે તમે શું કામ માં ધંધો બધં કરાવ્યો તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી હતી અને કહેતો હતો કે આજે તને જાનથી મારી નાખો છે. બાદમાં અહીંથી ધોકો લઈ માર મારવા લાગ્યો હતો. યુવાનને માથામાંથી લોહી નીકળવા લાગતા તેના મિત્ર કેતને તેને બચાવ્યો હતો. બાદમાં અહીં લોકો એકત્ર થતાં મયુર નાસી ગયો હતો ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા બાદ તેને આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મારામારીના અન્ય એક બનાવમાં શહેરના સ્પડીવેલ પાર્ટી પ્લોટ પાછળ આર્યશ્રી રેસીડેન્સી બ્લોક નંબર ૩૪ માં રહેતા મયુર ગીરીશભાઈ સાગર (ઉ.વ ૪૨) નામના સોની યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીવરાજ પાર્કમાં તિપતિ કોમ્પલેક્ષમાં રહેતા દીપક શાંતિભાઈ ધકાણનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પેલેસ રોડ પર રાજ પ્લાઝા કોમ્પ્લેકસમાં સોની કામ કરે છે. ગઈકાલ રાત્રિના ૧૨:૦૦ વાગ્યા આસપાસ તે કાલાવડ રોડ પર રજવાડી ચાની હોટેલે હતો ત્યારે તેના મિત્ર દીપકનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, મને મારા પૈસા આપી દે જેથી યુવાને કહ્યું હતું કે, મારે તને કોઈ પિયો આપવાનો થતો નથી જેથી દીપક ગાળો બોલવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તું કયાં છો તું મારા ઘરે આવ જેથી યુવાન સવા એક વાગ્યા આસપાસ અહીં તિપતિ કોમ્પલેક્ષમાં નીચે ગયેલ અને દીપકને કહ્યું હતું કે શું મારી સાથે માથાકૂટ કરે છે. તેવામાં દિપકે લોખંડનો સળીયો કાઢી યુવાને મોઢા ઉપર મારી દીધો હતો બાદમાં બંને વચ્ચે ઝપાઝપી થતા અહીં બેથી ત્રણ વ્યકિતઓ આવી તેમને છૂટા પાડા હતા. યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેના મિત્ર દીપક ધકાણ જેનું ગામ યુવાનના ગામની બાજુમાં આવેલ છે જેથી તે તેને ઓળખે છે કોરોના કાળમાં સોની કામનો પાર્ટનરમાં પાંચેક માસ સાથે ધંધો કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech