"રાજ્યની છબીને સારી રાખવા ગુજરાતીઓએ સારો દેખાવ કરવાની જરૂર", જુનાગઢ તંત્રની બેદરકારી પર હાઈકોર્ટે કાઢી ઝાટકણી      

  • December 21, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્ટે જુનાગઢ તંત્ર સામે કરી લાલ આંખ, ગિરનાર ટેકરી પર અને મંદિરોની આસપાસ પ્લાસ્ટિકની ગંદકીની સમસ્યા મામલે કાઢી ઝાટકણી




ગુજરાતની છબીને સારી રાખવા માટે, રાજ્યમાં રહેતા લોકોએ શ્રેષ્ઠ દેખાવ કરવો જોઈએ અને અન્ય રાજ્યોના લોકોની અપેક્ષાઓ પ્રમાણે રહેવું જોઈએ. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર ગિરનાર ટેકરી પરના અંબાજી અને દત્તાત્રેય મંદિરોની આસપાસના માર્ગ પર પ્લાસ્ટિકના ગંદકીની સમસ્યાને હલ કરી શક્યું નથી તે ધ્યાનમાં લીધા પછી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આ ટીપ્પણી કરી છે.


ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે જિલ્લા કલેક્ટરને કોર્ટના આદેશનો અમલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ઝાટકણી કાઢી હતી અને આ મામલે ટેકરી પરના પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે એક સમિતિની રચના કરી હતી. કોર્ટે સૂચન કર્યું હતું કે માત્ર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે. અધિકારીઓએ પ્લાસ્ટિકની પાણીની બોટલનો વિકલ્પ આપવો પડશે. મુખ્ય ન્યાયાધીશે ગીર અભયારણ્યનું ઉદાહરણ ટાંક્યું અને કહ્યું કે તીર્થયાત્રીઓને કાચ અથવા સ્ટીલની બોટલો આપી શકાય છે.


કોર્ટે તેમના જુનાગઢ તંત્ર સામે લાલ આંખ કરી હતી અને તેમના આદેશોને હળવાશથી લેવાના અભિગમની ટીકા કરતા કહ્યું કે કોર્ટ કમિશનર સ્થળની મુલાકાત લે ત્યારે જ વસ્તુઓ વ્યવસ્થિત કરવામાં આવે તે પૂરતું નથી. ગુજરાતના લોકોને તમારી પાસે આ અપેક્ષા રાખે છે. ગુજરાત બહારના લોકો પણ તમારી પાસેથી આ રીતે કામ કરવાની અપેક્ષા રાખે છે. તમારે લોકોની અપેક્ષાઓને કારણે શ્રેષ્ઠ થવું પડશે. અરજદાર એડવોકેટ અમિત પંચાલે આ મુદ્દાને ઉકેલવા માટે જુદી જુદી સરકારી યોજનાઓ તરફ ધ્યાન દોરતા કહ્યું કે, વહીવટીતંત્રને તે કરવા માટે ઇચ્છાશક્તિની જરૂર છે. કોર્ટે રાજ્ય સરકારને  જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. જુનાગઢ તંત્ર પાસે ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના વધતા જતા કચરાને કાબૂમાં લેવા માટે સકારાત્મક ઉકેલ લાવવાની આ છેલ્લી તક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application