આજે મકરસંક્રાતિનો તહેવાર છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પતંગરસિયાઓ સવારથી જ ધાબા પર ચડી જઈ પતંગ ચગાવી રહ્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પોતાના પરિવાર સાથે પતંગ ચગાવી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશમાં પવન ભાજપનો જ છે, કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી. ભાજપની જ પતંગ ઊડી રહી છે. કોંગ્રેસ ખલાસ છે, ખાલી હવાતિયા જ મારે છે
દીકરી પાયલને ભાજપ સરકાર અવશ્ય ન્યાય અપાવશે
વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં આ વખતે હરિયાણા અને મહારાષ્ટ્રની જેમ પરિણામ આવશે અને ભાજપ સરકાર જરૂર બનાવશે. જ્યારે અમરેલીની ઘટનામાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે, પરંતુ દીકરી પાયલને અમારી ભાજપ સરકાર જરૂર ન્યાય અપાવશે, તેવો મને પૂર્ણ વિશ્વાસ છે.
દિલ્હીમાં સરકાર ભાજપની બનશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજથી કમુરતા પૂર્ણ થઈ જતા સારા દિવસો શરૂ થયા છે. આજે દેશ ખૂબ આગળ વધે તેવી હું પ્રાર્થના કરું છું. દિલ્હીમાં આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે દિલ્હીમાં આ વખતે ભાજપની સરકાર બનશે તે વાત નિશ્ચિત છે. હરિયાણા અને મહારાષ્ટ્રની જેમ દિલ્હીમાં પણ પરિણામ ભાજપ તરફે આવશે અને દિલ્હીમાં સરકાર ભાજપની બનશે.
કોઈની પતંગ ચગાવવા કે કાપવાની સ્થિતિ નથી
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી રહ્યું, માત્ર ભાજપની જ પતંગ ઉડી રહી છે. કોંગ્રેસ હવાતિયા મારી રહી છે. સંગઠનમાં કામ કરવા માટે ભાજપમાં ઉત્સાહ છે, એટલે વધુ લોકોએ દાવેદારી કરી છે. પાર્ટી જે નિર્ણય કરશે તેમાં સૌ સહમતી સાથે એક બની કામ કરશે. કોઈની પતંગ ચગાવવા કે કાપવાની સ્થિતિ નથી, બધા એક બની કામ કરશે.
પાયલ ગોટી મામલે કોંગ્રેસ રાજકારણ કરી રહી છે
વધુમાં જણાવ્યું હતું કે, અમરેલીની દીકરી પાયલ ગોટી મામલે કોંગ્રેસ રાજકારણ કરી રહી છે, આ વાત સૌ કોઈ જાણે છે પરંતુ પાયલને ન્યાય જરૂર મળશે. જે કરવાનું થશે એ અમારી ભાજપની સરકાર જરૂર કરશે અને દીકરી પાયલને ન્યાય અપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નિવૃત પોલીસ પુત્ર દ્વારા ચલાવવામાં આવતો દેહવ્યાપાર ઝડપી પાડતી પોલીસ
April 01, 2025 05:44 PMનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech