ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા નવા શૈક્ષણિક સત્ર માટેનું કેલેન્ડર જાહેર

  • May 03, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રથમ સત્રમાં ૧૨૪ દિવસ, બીજા સત્રમાં ૧૨૭ દિવસ કામના




ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે કેલેન્ડર પણ જાહેર કરી દેવામા આવ્યું છે રાયમાં આગામી વર્ષ ૨૦૨૩– ૨૪ ના શૈક્ષણિક સત્ર માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દવારા પ્રથમ સત્રમાં ૧૨૪ દિવસ કાર્યના અને ૨૧ દિવસ સુધી દિપાવલી વેકેશન નક્કી કયુ છે યારે બીજા સત્રમાં ૧૨૭ દિવસ કામકાજના અને ઉનાળુ વેકેશન ૩૫ દિવસનું નક્કી કરવામાં આવ્યું છે.





નવા શૈક્ષણિક વર્ષનું પ્રથમ સત્ર ૫–૬–૨૦૨૩થી ૮–૧૧–૨૦૨૩ સુધીનું રહેશે જેમાં ૧૨૪ કાર્ય દિવસના રહેશે.દિપાવલીનું વેકેશન૯–૧૧–૨૩ થી ૨૯–૧૧–૨૩ રહેશે. ૨૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે.





બીજુ શૈક્ષણિક સત્ર ૩૦–૧૧–૨૩ થી શ થશે અને ૫–૫–૨૪ સુધીનું રહેશે.
જેમાં કાર્ય દિવસ ૧૨૭ રહેશે. ઉનાળુ વેકેશન ૬ મે થી શ થશે અને ૯જૂન–૨૦૨૪ સુધીનું રહેશે.
આગામી શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૮૦દિવસ રજાના રહેશે. જેમાં દિપાવલી વેકેશનના ૨૧, ઉનાળુ વેકેશનના ૩૫, જાહેર રજાઓ ૧૯ અને સ્થાનિક રજાઓ પાંચ રહેશે.





પ્રથમ સત્ર કરતાં દ્રિતીય સત્રમાં કામકાજના ત્રણ દિવસ વધારે રહેશે. બન્ને સત્રમાં ૨૫૧ દિવસ કામકાજના છે જેમાં સ્થાનિક પાંચ રજાઓ બાદ કરતાં ૨૪૬ દિવસ કામકાજના રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application