સુરત અને અમદાવાદ, નવા આઈટી હબ તરીકે ઉભરી આવતા ખતરો પણ વધ્યો
અન્ય માલવેર કેટેગરીની તુલનામાં રેન્સમવેરનો હિટ રેટ વધારે
ગુજરાતના ટોચના બે શહેરો સુરત અને અમદાવાદ લેપટોપ, ડેસ્કટોપ, મોબાઈલ, પ્રિન્ટર, સર્વર અને ફેક્સ મશીનો જેવા ઉપકરણો પર માલવેર એટેક ડિટેક્શન માટે હાઇ અટેક્સ ધરાવતા મુખ્ય શહેરોમાં છે. ગુજરાતમાં, ૨૦૨૩ માં ૫૧.૯૯ મિલિયન મૉલવેર એટેક ડિટેક્શન્સ નોંધાયા હતા, એટલે કે ૬.૪૮ કરોડની વસ્તી ધરાવતા રાજ્યમાં વ્યક્તિ દીઠ આશરે ૧.૨ માલવેર એટેક ડિટેક્શન. જો કે, તેનો એ અર્થ નથી કે ઉપકરણો પૂરી રીતે હેક કરાયા છે.
'ઇન્ડિયા મૉલવેર લેન્ડસ્કેપઃ જિયોગ્રાફિકલ એનાલિસિસ' નામના નવીનતમ ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય શહેરોમાં ૧૬૦ મિલિયનથી વધુ મૉલવેર એટેક ડિટેક્શનમાં, એકલા સુરતમાં તેમાંથી ૧૫% અને બેંગલુરુ માંથી ૧૪ % કેસ નોંધાયા છે. અમદાવાદ ૧૧% માલવેર એટેક ડિટેક્શન સાથે ટોચના પાંચ શહેરોમાં સામેલ છે. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મુંબઈ, પુણે, ચેન્નાઈ અને બેંગલુરુમાં સંપૂર્ણ રીતે તપાસની સંખ્યા સૌથી વધુ છે.
ડીએસસીઆઈ રિપોર્ટ મુજબ, સુરત અને અમદાવાદ, નવા આઈટી હબ તરીકે ઉભરી આવ્યા છે. અમદાવાદમાં માલવેર ડિટેક્શન ૮% ડિવાઈસ (૧૨ મિલિયન)માં અને જ્યારે સુરતમાં ૧૫% (૧૪ મિલિયન)માં નોંધાયા હતા. આ રિપોર્ટ એસ.ઇ.કયું.આર.આઇ.ટી.ઇ. લેબ્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે માલવેરના અટેક્સનું વ્યાપક વિશ્લેષણ રજૂ કરે છે. ડીએસસીઆઈના અહેવાલ મુજબ, એડવાન્સ્ડ પર્સિસ્ટન્ટ થ્રેટ્સ, ક્રિપ્ટોજેકિંગ, રેન્સમવેર અટેક અને જૂના વાયરસનું રિકન્સ્ટ્રકશન, નકલી લોન એપ્લિકેશન્સના કારણે હેક થવાનું જોખમ વધે છે.
ડીએસસીઆઈના સીઇઓ વિનાયક ગોડસેએ જણાવ્યું હતું કે, "રિપોર્ટમાં રેન્સમવેર એટેક દ્વારા ગંભીર ખતરાઓની તપાસ કરવામાં આવી છે. અન્ય માલવેર કેટેગરીની તુલનામાં રેન્સમવેરનો હિટ રેટ વધારે છે. ભૌગોલિક વિશ્લેષણ એ હકીકતને રેખાંકિત કરે છે કે ટાયર ૨/૩ શહેરો સાયબર એટેકના દાયરામાં વધુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech