જામનગરમાં મનપાની ફાયર શાખા દ્વારા ફાયર સેફટીના સાધનોનું માર્ગદર્શન અપાયું

  • February 20, 2023 03:26 PM 

ગુજરાત સરકારના આદેશ અનુસાર જામનગરમાં  કોમર્શિયલ અને રહેણાક મકાનો માં ફાયર સેફટી ના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય તે તમામ સ્થળો પર ફાયર શાખાની જુદી જુદી ટીમ દ્વારા  અકસ્માતના સમયમાં બચાવ કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ગુજરાત  સરકારના આદેશ અનુસાર તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ અને જામનગરના ચીફ ફાયર ઓફિસર કે.કે. બીશનોઈ સાહેબના  માર્ગદર્શન મુજબ  શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો, એપાર્ટમેન્ટ સ્કૂલ ,કોલેજ, ટ્યુશન ક્લાસીસ હોટેલ અને આવાસ યોજના જેમાં ફાયર સેફટી ના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય ,તેવી શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો અને રહેઠાણોમાં ફાયર શાખાના સ્ટાફ દ્વારા  ફાયર સેફટી ના સાધનોનો ઉપયોગ કેવી રીતે  કરવો તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી, તથા અકસ્માતના સમયમાં સ્વબચાવ  કેવી રીતે કરવો જોઈએ તથા બચાવ કામગીરી સ્થળ પર ઉપસ્થિત રહેવાસીઓએ કેવી રીતે ફાયર સેફટી ના સાધનો દ્વારા તાત્કાલિક ધોરણે અકસ્માતને કાબુમાં લેવો જોઈએ ,  તે વિશેનું વિસ્તૃત માર્ગદર્શન ફાયર ની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું.


​​​​​​​જેમાં સમગ્ર શહેરમાં  અઠવાડિયા દરમિયાન શહેરના જુદા જુદા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રહેણાંક એપાર્ટમેન્ટ , હોસ્પિટલ ,હોટેલ વગેરે સ્થળ પર  ફાયર સેફટી ની તાલીમ આપવામાં આવી હતી , ઉપરાંત  આશા વર્કર બહેનોને તથા શહેર ના  જુદા જુદા એપાર્ટમેન્ટ , હોટેલ અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફટી ના સાધનો  નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું , જેમાં વિવિધ સ્થળ  પર મહિલાઓ - પુરુષોને  ફાયર સેફ્ટીના સાધનો અંગે  માહિતગાર કરવામાં આવ્યા હતા, અને જામનગરની જુદી જુદી  હોટેલ અને રેસ્ટોરન્ટમાં  પણ ફાયર સેફ્ટીના સાધનો અંગેની સમજ આપવામાં આવી હતી.  ફાયર વિભાગના સ્ટાફે વિવિધ સ્થળ પર  ફાયર સેફટી અંગેનું માર્ગદર્શન અપાયું હતું, જેમાં બહોળા પ્રમાણમાં  શહેરીજનો  ફાયર સેફટી અંગેની તાલીમમાં જોડાયા હતા.

 આ કામગીરી હજુ પણ  યથાવત રહેશે અને જામનગરના સમગ્ર વોર્ડ અને વિસ્તારોમાં જુદી જુદી ટીમ દ્વારા  ફાયર સેફટી ના સાધનો ના ઉપયોગની સમજ જામનગર ફાયર દ્વારા આપવામાં આગામી સમયમાં પણ આપવામાં આવશે,  આ સમગ્ર કામગીરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર C. S. પાંડિયન ની રાહબરી હેઠળ સ્ટેશન ઓફિસર સજુભા જાડેજા, જસ્મીન  ભેંસદડીયા , ઉપેન્દ્ર સુમ્બડ ,સંદીપ પંડ્યા, ઉમેશ ગામેતી ,જેંતીલાલ ડામોર,  રાકેશ ગોકાણી ,કામિલ મહેતા સહિતના ફાયર શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application