તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન જરી વય મયર્દિા 33થી વધારીને 35 વર્ષ કરાઈ

  • December 12, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તલાટીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે. જેમાં પંચાયત વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી તલાટીની પરીક્ષા ધોરણ 12 પાસ પર લેવામાં આવતી હતી. હવે તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવ્યું છે. જયારે વય મયર્દિા 33 વર્ષથી વધારીને 35 વર્ષ કરાઈ છે.


તલાટી-કમ-મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે જે દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે. એપ્રિલ 2010માં ગુજરાત સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી, જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો.

ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે. થોડા સમય પહેલા જ રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે. તો 998 જૂનિયર ક્લાર્કને પણ નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની પ્રશંસા કરી હતી. હસમુખભાઈ પટેલને તમામ ઉમેદવારોએ વધાવ્યા હતા. મુખ્યમંત્રીએ તલાટી કમ મંત્રી,જૂનિયર ક્લાર્કને હસમુખ પટેલની જેમ જ કાર્યદક્ષ થવાની સલાહ આપી હતી. પંચાયત સેવાના નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમમાં યુવાઓએ આઈપીએસ હસમુખ પટેલનું તાળીઓથી ભવ્ય સન્માન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application