તહેવારોની મોસમમાં સરકારી તિજોરી છલકાઈ, ઓક્ટોબરનું GST કલેક્શન થયું 1.72 લાખ કરોડ

  • November 01, 2023 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં તહેવારોની મોસમને કારણે સરકારી તિજોરી છલકાઈ છે. ઓક્ટોબર મહિનામાં GST કલેક્શનમાં મોટો વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર 2023માં કુલ GST કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું. ઑક્ટોબર 2023 માં GST કલેક્શન 1 જુલાઈ, 2017 ના રોજ GST લાગુ થયા પછીનું બીજી વાર હાઈ લેવલ છે. ગયા વર્ષના ઑક્ટોબર 2022ની સરખામણીમાં GST કલેક્શનમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે.


નાણા મંત્રાલયે ઓક્ટોબર 2023 માટે GST કલેક્શન ડેટા જાહેર કર્યો છે, જે મુજબ ઓક્ટોબરમાં 1,72,003 કરોડ રૂપિયા GST એકત્ર કરવામાં આવ્યા છે. તેમાંથી રૂ. 30,062 કરોડ CGST, રૂ. 38,171 કરોડ SGST, રૂ. 91,315 કરોડ IGST અને રૂ. 12,456 કરોડ સેસ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે.


સરકારે CGSTમાં રૂ. 42,873 કરોડ જ્યારે IGSTમાં રૂ. 36,614 કરોડ SGST તરીકે સેટલ કર્યા છે. ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકારને CGSTમાંથી 72,934 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જ્યારે રાજ્યોને SGST તરીકે 74,785 કરોડ રૂપિયા મળ્યા હતા. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ GST કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે 11 ટકા વધુ છે. ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની સરખામણીએ આ ઓક્ટોબરમાં GST કલેક્શન 13 ટકા વધુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application