ભારત સરકારનાં આયુષ્માન ભવ: અભિયાનનું ઈ-લોકાર્પણ ભારતનાં માન.રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનાં હસ્તે કરાયું

  • September 14, 2023 12:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરકારી ઇજનેરી કોલેજ ખાતે સાંસદ ડો.ભારતીબેન શિયાળની અદ્યક્ષતામાં યોજાયો


આજરોજ ભારત સરકારનાં આયુષ્માન ભવ: અભિયાનનું ઈ-લોકાર્પણ ભારતનાં માન.રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા બપોરે ૧૨:૦૦ કલાકે કરાયું હતું. જેનું ભાવનગર જિલ્લામાં ઈ-લોકાર્પણ અભિયાનને નિહાળવા સમગ્ર ભાવનગર જિલ્લામાં આ લોન્ચીંગ કાર્યક્રમને અંદાજીત ૫૦,૦૦૦ જનસમુદાય દ્વારા નિહાળવામાં આવ્યું હતું. 


જિલ્લા કક્ષાનાં ઈ-લોકાર્પણ કાર્યક્રમને નિહાળવા સરકારી મેડીકલ કોલેજ- ભાવનગર ખાતે સાંસદ ડો.ભારતીબેન શિયાળ તેમજ કલેકટર આર.કે.મહેતા, મ્યુનીસીપલ કમિશ્નર એન.વી.ઉપધ્યાય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સુપ્રીટેન્ડન્ટ- સર ટી. હોસ્પીટલ, ડીન- સરકારી મેડીકલ કોલેજ અને એમ.ઓ.એચ.ઉપસ્થિત રહ્યાં હતાં. 


આ તબક્કે સાંસદએ સમગ્ર અભિયાન ભાવનગર જિલ્લામાં કેન્દ્ર સરકારની સુચના મુજબ અભિયાનની કામગીરી થાય અને ભાવનગર જિલ્લાના તમામ પ્રજાજનોને આ સમગ્ર અભિયાન અંતર્ગત આવરી લેનાર સેવાઓનો લાભ મળે તે બાબતે અપીલ કરાઇ હતી.


તમામ અધિકારીઓ દ્વારા આ અભિયાનનો ભાવનગર જિલ્લાના તમામ પ્રજાજનોને લાભ મળશે અને આ બાબતે જિલ્લા વહીવટીતંત્ર તથા તેમની ટીમ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવશે તે બાબતે સંકલ્પ લેવાયો હતો. આ તબક્કે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાજનોને આ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવેલ છે.


ઉપરાંત ટીબીની સારવાર દરમ્યાન વધારાની સહાય તરકે પોષણ સહાય તેમજ વધારાના પોષક પૂરવણીઓ મળી રહે તે માટે નિક્ષય મિત્ર તરીકે અભિયાનમાં જોડાયેલ છે. જેમાં સાંસદનાં વરદ હસ્તે નિક્ષય મિત્ર તરીકે અગ્રણી એવી શેઠ બ્રધર્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી પધારેલ અપૂર્વભાઈ શેઠને તેમજ અધિકારીઓને આ તબક્કે સન્માનીત કરવામાં આવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application