જિલ્લામાંથી કોલેરા રોગને નાબુદ કરવા શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા ૫૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરાયા
જામનગર તા.૨૭ જૂન, શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા જિલ્લામાંથી કોલેરા રોગને નાબુદ કરવા તથા કોઈપણ પરીસ્થિતિને પહોંચી વળવા અંદાજે ૫૦૦થી વધુ આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા.જેમાં સંસ્થા ખાતેના તમામ ફેકલ્ટી, ટ્યુટર, એસ.આર, રેસિડન્ટ ડોકટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, મહાનગરપાલીકાનો તમામ તબીબી સ્ટાફ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સંસ્થાના પ્રોફેસર અને મેડિસન વિભાગના વડાશ્રી ડો.મનીષ મહેતા, અધિક ડીનશ્રી અને નોડલ ઓફિસર ડો.એસ.એસ.ચેટરજી, એસો.પ્રોફેસર–મેડિસન અને નોડલ ઓફિસર ડો.બી.આઈ.ગોસ્વામી, બાળ રોગ નિષ્ણાંત ડો.નમ્રતા મકવાણા, લેબોરેટરી નિષ્ણાંત ડો.પુષ્પા કટેસિયા, પી.એસ.એમ. વિભાગ નિષ્ણાંત ડો.કપિલ ગંધા, બાળ રોગ વિભાગના વડાશ્રી ડો.ભદ્રેશ વ્યાસ વગેરેએ તાલીમાર્થીઓને કોલેરા વિશે વિગતવાર માહિતી આપી હતી.
જામનગર મહાનગરપાલીકાના એમ.ઓ.એચ. ડો.ગોરી તથા તેમની ટીમ તથા જિલ્લા પંચાયતમાંથી DSOશ્રી તેઓની ટીમ સાથે તાલીમ દરમિયાન હાજર રહ્યા હતા. તથા તેઓ દ્વારા કોલેરા અંગે કરવામાં આવતી કામગીરી વિશે તમામને માહિતી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech