જામનગરના નિવૃત સરકારી કર્મચારી સાથે ૧૦.૧૦ લાખની છેતરપીંડી

  • February 17, 2023 07:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા નિવૃત સરકારી કર્મચારીએ ગત વર્ષમાં અમદાવાદની ફૈઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કરીને હજ જવા માટે વિઝા અને ટીકીટ કરાવવા રૂ . ૧૦.૧૦ લાખની રકમ જમા કરાવી હતી એ પછી ટ્રાવેલ્સવાળાઓેએ વિશ્ર્વાસ અને તારીખો આપીને વૃઘ્ધ દંપતી સાથે છેતરપીંડી કરી હતી આ અંગેનો મામલો સીટી-એ પોલીસમાં પહોચતા અમદાવાદના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના બે સામે વિધિવત ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.





જામનગરના ગુલાબનગરમાં આવેલ રાધેક્રિષ્ન પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત સરકારી કર્મચારી રફીકભાઇ ઉશ્માનભાઇ ખીરા ઉ.વ.૫૯ અને તેમના પત્ની આ બંનેએ મકકા મદીના ખાતે હજ જવા માટે વીઝા અને ટીકીટ અમદાવાદના ફૈઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો હતો અને આરોપી સાહીનબેનના કહયા મુજબ બેન્ક એકાઉન્ટમાં રફીકભાઇએ પોતાના ખાતામાંથી રૂ ૧૦.૧૦ લાખની રકમ  જમા કરાવી હતી.



આથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અમદાવાદવાળાઓએ ફરીયાદીને વિઝા અને ટીકીટ આપવાનો વિશ્ર્વાસ દીધો હતો અને હજ કરવા જવા માટેના વિઝા અને ટીકીટ આવી જશે, દરમ્યાનમાં આજ સુધી વિઝા કે ટીકીટ કરી આપેલ નહી અને તારીખો આપતા હતા તેમજ ભરેલ રકમ પણ પરત આપેલ નહીં આમ બંને આરોપીઓએ ફરીયાદી વૃઘ્ધના પૈસા પોતાના અંગત ફાયદા માટે ઓળવી જઇ વિશ્ર્વાસઘાત-છેતરપીંડી આચરી હતી.



ગત તા. ૨૫-૩-૨૨ થી આજ સુધીના સમય દરમ્યાન ટીકીટ કે પૈસા નહીં આપીને છેતરપીંડી કર્યાનું બહાર આવતા રફીકભાઇ ખીરા દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં અમદાવાદના ફૈઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સાહીનબેન મહમદ કાલીમ તથા મહમદ કાલીમ પરીયાણીની વિરુઘ્ધ આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવતા આ અંગેની તપાસ પીએસઆઇ વી.આર. ગામેતી ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application