Googleનું નવું ફીચર : કીપમાં રીકવર કરી શકાશે બધો ડીલીટેડ ડેટા, જુઓ વિડીયો

  • August 19, 2023 09:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમે Google Keep નો ઉપયોગ કરો છો, તો ટૂંક સમયમાં તમને એક ઉપયોગી સુવિધા મળવા જઈ રહી છે. કંપની લોકોને નોટપેડમાં ડીલીટ થયેલો ડેટા પાછો લાવવાનો વિકલ્પ આપવા જઈ રહી છે. હાલમાં, જો એપમાં ભૂલથી કંઈક ડિલીટ થઈ જાય, તો તેને રીકવર કરવાનો કોઈ વિકલ્પ નથી. પરંતુ ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને iOSમાં આ વિકલ્પ મળશે. હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને તે વેબ વર્ઝનમાં હાજર છે. ડેટા રીકવર કરવા માટે, તમારે નોટપેડમાં દેખાતા 3 ડોટ પર ક્લિક કરવું પડશે અને હિસ્ટ્રી માંથી ડેટા કોપી કરવો પડશે.

કંપનીએ ગૂગલ કીપના સપોર્ટ પેજ પર લખ્યું છે કે તમે તમારી નોટ્સ હિસ્ટ્રી પર જઈ શકો છો અથવા તમે સમય સાથે કરેલા ફેરફારો જોવા માટે અગાઉની ટેક્સ્ટ ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો. જો કે, તમે ફક્ત ટેક્સ્ટ ફાઇલોને રીકવર કરી શકો છો. મતલબ કે તમે ફોટો પાછો મેળવી શકતા નથી. એક ટ્વિટર યુઝરે ગૂગલ કીપના આ ફીચરનો વીડિયો શેર કર્યો છે. આમાં તમે જોઈ શકો છો કે તે કેવી રીતે કામ કરે છે.

હાલમાં, ગૂગલે જાહેરાત કરી નથી કે આ ફીચર મોબાઈલ એપ્સમાં ક્યારે ઉપલબ્ધ થશે. કંપની આ ફીચર પહેલાથી જ ડોક્સ અને ડ્રાઇવ જેવી અન્ય Google એપ્સમાં ઓફર કરે છે. ઘણા સમયથી યુઝર્સ આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા જે હવે કંપની લોકોને આપવા જઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application