ગૂગલે વિવાદાસ્પદ 1.2 બિલિયન ડોલરના ઇઝરાયેલ કરાર મામલે ધરણામાં જોડાયેલા 28 કર્મચારીઓને હાંકી કાઢ્યા

  • April 18, 2024 11:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નો ટેક ફોર રંગભેદ સંસ્થાએ ન્યૂયોર્ક, સિએટલ, સનીવેલ અને કેલિફોર્નિયામાં ગૂગલની ઓફિસમાં કર્યા હતા વિરોધ પ્રદર્શન



ગૂગલે મોટી સંખ્યામાં કર્મચારીઓને બરતરફ કર્યા છે. જેમાં પ્રોજેક્ટ નિમ્બસ સામે વિરોધમાં ભાગ લીધો હતો તેવા 28 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ઇઝરાયેલી સરકારને એઆઈ અને ક્લાઉડ સર્વિસ આપવા માટે એમેઝોન સાથે 1.2 બિલિયન ડોલરનો સંયુક્ત કરાર છે.

મંગળવારે નો ટેક ફોર રંગભેદ નામની સંસ્થાના નેતૃત્વમાં ન્યૂયોર્ક, સિએટલ, સનીવેલ અને કેલિફોર્નિયામાં ગૂગલની ઓફિસમાં વિરોધ પ્રદર્શન થયા હતા. ન્યુયોર્ક અને કેલિફોર્નિયામાં દેખાવકારોએ લગભગ 10 કલાક સુધી ધરણાં કર્યા હતા. 16 એપ્રિલના રોજ, કેલિફોર્નિયામાં ગૂગલ ક્લાઉડના સીઇઓ થોમસ કુરિયનની ઓફિસ પર કબજો કર્યા પછી ઇઝરાયેલી સરકાર અને સૈન્ય સાથેના વ્યવસાયિક સંબંધોને સમાપ્ત કરવાની હિમાયત કરતા ગૂગલ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. કર્મચારીઓએ "ઇઝરાયેલી રંગભેદ સરકાર અને સૈન્ય સાથેનો વ્યવસાય" બંધ કરવાની માંગ કરી હતી. 


અહેવાલ અનુસાર, વર્લ્ડ વાઈડ સિક્યોરીટી ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ રેકો દ્વારા કંપની-વ્યાપી મેમોમાં જણાવ્યા મુજબ, આંતરિક તપાસ પછી બુધવારે આ કામદારોને છોડી દેવામાં આવ્યા હતા. તેઓએ ઓફિસની જગ્યાઓ પર કબજો કર્યો, અમારી મિલકતને નુકશાન પહોંચાડ્યું અને અન્ય કામમાં પણ અવરોધ ઊભો કર્યો, તેમની વર્તણૂક અસ્વીકાર્ય હતી, વિક્ષેપજનક હતી અને સહકાર્યકરોને ભયનો અનુભવ કરાવ્યો હતો. તપાસને પગલે, આજે અમે તેમાં સામેલ 28 કર્મચારીઓની નોકરી માંથી બરતરફ કર્યા છે. અમે તપાસ કરવાનું ચાલુ રાખીશું અને જરૂર મુજબ પગલાં લઈશું."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News