ગુજરાતના યુવાનો માટે સારા સમાચાર, પોલીસ ખાતામાં ટૂંક સમયમાં જ કરાશે મોટાપાયે ભરતી, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

  • March 21, 2023 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકારે મહત્વનો નિર્ણય લઈને પોલીસવિભાગમાં નવી ભરતી કરવાનો નિર્ણય લીધો છે. સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી કુલ 8000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 

આજરોજ વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી જગ્યા પર ભરતી કરશે. ઉનાળો પૂર્ણ થયા બાદ 8000 જગ્યાઓ પરની ભરતી માટે પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application