ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની આવકથી ઉભરાયું: વાહનોની લાંબી કતારો

  • February 27, 2023 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર ૧ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડ દ્વારા ધાણાની આવકની જાહેરાત થતા સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગઈકાલ સવારથી યાર્ડની બહાર પોતાના માલ ભરેલા વાહનોની લાંબી કતાર લગાવવામાં આવી હતી. યાર્ડની બહાર બંને બાજુ ૫ થી ૬ કિલોમીટર લાંબી અને અંદાજે ૨૦૦૦થી પણ વધુ વાહનોની લાંબી કતાર લાગવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં અંદાજે પોણા બે લાખથી પણ વધુ ગુણી ધાણાની આવક થવા પામી હતી. હરરાજીમાં ખેડૂતોને ૨૦ કિલોના ભાવ ૧૦૦૦ થી ૧૫૫૦ તેમજ ધાણીના ભાવ ૧૦૦૦ થી ૨૫૫૦ સુધીના બોલાયા હતા.
​​​​​​​
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે જે રીતે ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર વિશ્વાસ છે તેમજ પોતાના માલનો પૂરતો ભાવ મળી રહે છે. યાર્ડના સત્તાધીશો દ્વારા બહારથી આવતા ખેડૂતો હેરાનનો થાય તેની પૂરતી કાળજી રાખવા માટે યાર્ડના કર્મચારીઓ દિવસ રાત ખડેપગે રહે છે. તેમજ ખેડૂતોને કેવીરીતે ખેડતોને સારામાં સારી વ્યવસ્થા તેમજ સારો ભાવ મળે તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા મહેનત કરવામાં આવતી હોય છે.જેને લઈને સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. તેમજ ધાણા ની ગતવર્ષમાં ૧૦ હજાર ગુણીનો નિકાલો થતો હતો. જે આ વર્ષે દરરોજની ૩૫ થી ૪૦ હજાર ગુણીનો નિકાલો કરવામાં આવે છે. ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application