આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારાને કારણે સ્થાનિક બજારમાં પણ સોનું ઓલ ટાઈમ હાઈ પર છે. ગતરોજ દેશના બુલિયન બજારોમાં સ્પોટ ગોલ્ડ પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૬૫,૦૦૦ને પાર કરી ગયું હતું, જ્યારે એમસીએક્સ પર તે અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમતે રૂ. ૬૪,૩૪૭ પર ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે જયપુર બુલિયન માર્કેટમાં સોનું ૬૬,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની વિક્રમી સપાટીએ પહોચ્યું હતું અને ઈન્દોર બુલિયન માર્કેટમાં સોનું ૧૦ ગ્રામ દીઠ ૬૬,૧૭૫ રૂપિયાની રેકોર્ડ હાઈ લેવલએ પહોચ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની પ્રતિ ઔંસની કિંમત ૨૧૨૬ ડોલરની હાઈએસ્ટ લેવલએ પહોંચી ગઈ છે. એક ઔંસમાં ૨૮.૩૫ ગ્રામ સોનું હોય છે. ૨૦૨૪માં સોનાના ભાવમાં ૨.૫%નો વધારો થયો છે.
સોનાના ભાવમાં વધારો થવાથી રોકાણકારોને ફાયદો થયો છે, પરંતુ દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે, તેથી સામાન્ય પરિવારોની મુશ્કેલી વધી છે. જ્યારે નિષ્ણાતો કહે છે કે મે-જૂનમાં સામાન્ય ચૂંટણી બાદ સોનું રૂ. ૭૦,૦૦૦ને પાર કરી શકે છે. ભારતમાં સ્થાયી સરકાર અને જૂન ૨૦૨૪ પછી યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની અપેક્ષાને કારણે સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. દેશના જીડીપી અને ફુગાવાના આંકડા પણ આગામી દિવસોમાં સુધરશે, જ્યારે અક્ષય તૃતીયા પણ મે મહિનામાં છે, જે દરમિયાન સોનાની માંગ વધુ રહે છે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
સોનાના ભાવમાં વધારાનું સૌથી મોટું કારણ ફેડ દ્વારા અનુમાનિત ઘટાડો છે, જેની તારીખ ફેડના ચેરમેન જેરોમ પોવેલ ગુરુવારે તેમના ભાષણમાં જાહેર કરી શકે છે. નિષ્ણાતોના મતે, જેરોમ પોવેલ વ્યાજ દરમાં કાપની તારીખ ૧ મે રાખી શકે છે. આ ટ્રિગરને કારણે સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે, જેના કારણે સોનાના દાગીનાની માંગ વધી છે અને ભાવને ટેકો મળ્યો છે.
જયપુર બુલિયન માર્કેટમાં ૨૪ કેરેટ સોનું રૂ. ૬૬.૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયું છે, જ્વેલરી સોનું પણ રૂ. ૯૦૦ વધીને રૂ. ૬૨,૨૦૦ પર પહોંચી ગયું છે. ૧૦ ગ્રામ ૨૪ કેરેટનું વાયદા સોનું રૂ. ૬૪.૩૪૭ના ઓલ ટાઈમ હાઈ લેવલએ પહોચ્યું છે, જેમાં માત્ર પાંચ દિવસમાં ભાવમાં રૂ. ૨૫૦૦નો વધારો થયો છે. ૧૪ થી ૧૮ ફેબ્રુઆરી વચ્ચે ૧૨.૮ ટનના સોવરિન ગોલ્ડ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને સત્તામંડળોમાં માળખાકીય વિકાસ માટે રૂ.1000 કરોડની ફાળવણી
December 30, 2024 09:04 PMસુરતમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડી, એક યુવાનનું મોત
December 30, 2024 08:52 PMવિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ પદના રસાકસીભર્યા જંગમાં ગોરધનભાઈ પટેલનો ભવ્ય વિજય
December 30, 2024 07:03 PMદેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક અને રાહુલ ગાંધી પાર્ટીની ઉજવણી કરવા વિયેતનામ ગયા: ભાજપ
December 30, 2024 06:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech