દરેક વ્યક્તિ નવા વર્ષની શરૂઆત નવી અપેક્ષાઓ સાથે કરે છે. નવા વર્ષ નિમિતે આપણે અંગત મિત્રો કે સ્નેહીજનોને શુભેચ્છા સંદેશ પાઠવી છીએ અથવા તો આપણે ખાસ ભેટ પણ આપીએ છીએ. પરંતુ જયાં વાત આવે ભેટ આપવાની ત્યા એવી ભેટ આપવી જોઇએ કે જે ઉપયોગી થાય. ઉપયોગી ભેટ આપવાથી ખાસ યાદગીરી રહે છે અને તેનો હેતુ પણ સરે છે. વાત કરવામાં આવે પ્રિયજન કે પરિવારને ભેટ આપવાની તો નવા વર્ષે તમે તેમના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરો તે પ્રકારે ભેટ આપી શકો છો. જીહા, વાત એટલી જ સાચી છે આ માટે અમે અહીં આપને આ પ્રકારની ભેટ આપવાના વિવિધ વિકલ્પો જણાવીશું.
SIPમાં રોકાણ કરો
જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા ઇચ્છતા હોવ તો SIP એક સારો વિકલ્પ છે. આમાં, તમે ધીમે ધીમે થોડી રકમ જમા કરી શકો છો અને ભવિષ્યમાં બાળકોના શિક્ષણ અને અન્ય મોટા ખર્ચ માટે પૈસા બચાવી શકો છો. આ રીતે તમારે તેમના ભવિષ્ય વિશે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
ફિક્સ ડિપોઝિટ
તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તમે તેમના નામે સારી સ્કીમમાં ફિક્સ ડિપોઝિટ કરી શકો છો. SIPની જેમ તેમાં કોઈ જોખમ નથી અને તમને જમા રકમ પર નિશ્ચિત દરે વ્યાજ મળે છે. જો તમે તમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માંગો છો તો આ તેમના માટે એક ખાસ ભેટ બની રહેશે.
પત્ની માટે ગોલ્ડ બોન્ડ
સ્ત્રીઓ માટે સોનું તેમની બચત છે અને જ્યારે સમય આવે છે. ત્યારે સોનાની બનેલી વસ્તુઓ પણ કામમાં આવે છે. તમે તમારી પત્નીના નામે બનાવેલ ગોલ્ડ બોન્ડ મેળવી શકો છો. આનો ફાયદો એ થશે કે તમને વાર્ષિક ફિક્સ રેટ પ્રમાણે વ્યાજ મળતું રહે છે.
આરોગ્ય વીમો
જ્યારે પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવાની વાત આવે છે. ત્યારે વીમાને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. માતા-પિતા અથવા પત્ની અને બાળકો પરિવારના કોઈપણના નામે વીમો લઈ શકો છો. તમે સ્વાસ્થ્ય વીમો મેળવી શકો છો જેથી તમને કટોકટીના સમયે ચિંતા ન કરવી પડે.
તો નવા વર્ષે પરિવારને ધ્યાનમાં રાખી પરિવારજનોના નામે રોકાણ કરી એક અલગ જ પ્રકારની ભેટ તમે પરિવારજનોને આપી શકો છો. જેથી પરિવારનું ભવિષ્ય સુરક્ષિત રાખી શકાય. ખાસ કરીને કટોકટીના સમયમાં આજે કરેલું રોકાણ ઉપયોગી બની રહેશે. તો આમ કઇક અલગ જ પ્રકારે નવા વર્ષની ભેટ તમે પરિવારજનોને આપી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech