અમેરિકામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ૧૧ જ વર્ષની બાળકીએ આત્મહત્યા કરી છે. છોકરીની માતાએ આરોપ લગાવ્યો છે કે શાળાના અન્ય વિધાર્થીઓ તેને હેરાન કરતા હતા. તેઓએ તેમનું અપમાન કરીને કહ્યું કે તેમનો પરિવાર અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે અને ટૂંક સમયમાં તેમના માતાપિતાને સાંકળોથી બાંધીને દેશમાંથી કાઢી મૂકવામાં આવશે. માતાના આરોપો બાદ હવે ગેઇન્સવિલે ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ ડિસ્ટિ્રકટ પોલીસે તપાસ શ કરી છે. બાળકીને પણ બીક લાગી હતી કે કયાંક તેમને સાંકળથી બાંધીને અમેરિકામાંથી ડીપોરટ કરવામાં આવશે તો?
ટેકસાસની રહેવાસી જોસેલિન રોજો કેરાન્ઝાએ ૮ ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી હતી. તેની માતાએ ફરિયાદ કરી કે સ્કુલમાં અન્ય વિધાર્થીઓ તેને હેરાન કરતા હતા જો કે મારી દીકરીએ કયારેય એવો કોઈ સંકેત આપ્યો નથી કે તે આટલી તણાવમાં હતી, જોસેલિનની માતા, માર્બેલા કેરાન્ઝાએ કહ્યું. મને કયારેય ખબર નહોતી કે તેને શાળામાં ગુંડાગીરી કરવામાં આવી રહી છે. ૧૧ વર્ષની બાળકીની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પ વિશે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. લોકો આ વિધાર્થીની આત્મહત્યા માટે તેની નીતિઓને જવાબદાર માને છે.
હકીકતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાના રાષ્ટ્ર્રપતિ તરીકે કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે એક પછી એક અનેક નિર્ણયો લીધા જેણે સમગ્ર વિશ્વને પ્રભાવિત કયુ છે. આવો જ એક નિર્ણય દેશના ઇમિગ્રેશન કાયદાને કડક બનાવવાનો છે. ટ્રમ્પ વહીવટીતત્રં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને સતત દેશનિકાલ કરી રહ્યું છે. ઘણા દેશોના નાગરિકોને સાંકળોમાં બાંધીને તેમના દેશોમાં પાછા મોકલવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રમ્પની ભારે ટીકા થઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech