ગુજરાતને મળી 5 નવી નર્સિંગ કૉલેજની ભેટ, વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

  • April 27, 2023 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં નવી 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. દેશભરમાં 1570 કરોડના ખર્ચે આ નવિ મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. જેના અંતર્ગત  કુલ 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે.
​​​​​​​
 

આ સંદર્ભમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતને પણ નવીન પાંચ નર્સિંગ કૉલેજની ભેટ મળી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા,રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કૉલેજની સ્થાપના થનાર છે. દરેક નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગની 100 બેઠકો સાથે રાજ્યમાં કુલ 500 નર્સિંગ ની બેઠકોમાં વધારો થશે. હાલ રાજ્યમાં 8 સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગ ની 440 જેટલી બેઠકો કાર્યરત છે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર માંથી પ્રત્યેક નર્સિંગ કૉલેજની સ્થાપના માટે અંદાજીત રૂ.10 કરોડની ફાળવણી રાજ્ય સરકારને કરવામાં આવી છે. પ્રથમ વખત કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ નર્સિંગ કૉલેજની સ્થાપનાને આવરી લેવામાં આવી છે. આ નવી પાંચ નર્સિંગ કૉલેજનો ઉમેરો થતા રાજ્યની આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ય વ્યવસ્થાઓ સુદ્રઢ બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application