WhatsApp પર આ સરળ રીતે પરત મેળવો ડીલીટેડ ફોટો અને વિડીયો

  • September 11, 2023 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપમાંની એક છે. જેમાં લોકો દિવસમાં ઘણી વખત આ પ્લેટફોર્મ પર ફોટા અને વિડિયો શેર કરે છે, પરંતુ કેટલીકવાર આકસ્મિક રીતે કેટલાક મહત્વપૂર્ણ ફોટા અને વીડિયો ડિલીટ કરી થઇ જાય છે. જો તમારી સાથે આવું વારંવાર થતું હોય તો તમારે ગભરાવાની જરૂર નથી.


હવે આવી ઘણી પદ્ધતિઓ છે, જેની મદદથી તમે ડિલીટ થયેલી WhatsApp મીડિયા ફાઇલને સરળતાથી રિકવર કરી શકો છો. સારી વાત એ છે કે આ ટ્રિક અજમાવવા માટે કોઈ ખાસ કૌશલ્યની જરૂર નથી. કોઈપણ તેને સરળતાથી ટ્રાય કરી શકે છે. ચાલો જાણીએ WhatsAppની આ ખાસ ટ્રિક્સ વિશે. WhatsApp ના તમામ ફોટો અને વિડિઓઝ Android અને iPhone બંનેની ફોન ગેલેરીમાં સાચવવામાં આવે છે. તેથી, જો WhatsAppમાંથી મીડિયા ફાઇલો ડિલીટ થઈ જાય, તો પણ તે તમને ફોનની ગેલેરીમાં જોવા મળશે.


આ ફીચર ફક્ત એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ યુઝર્સ ફાઇલ એક્સ્પ્લોરરમાં વોટ્સએપ ફોલ્ડરમાં જઈને મીડિયા ફાઇલોમાંથી ડિલીટ કરેલા ફોટા અને વીડિયોને રિકવર કરી શકે છે.


આ ઉપરાંત તમે ડેઈલી, વીકલી અને મન્થલી ધોરણે Google ડ્રાઇવ અથવા iCloud પર WhatsApp ચેટ્સ અને મીડિયાનો બેકઅપ લઈ શકો છો. જો ચેટ્સ અને મીડિયા ફાઈલ્સ ડિલીટ થઈ જાય, તો તમારું WhatsApp ડિલીટ કરો અને તેને ફરીથી ડાઉનલોડ કરો. વોટ્સએપ ફરીથી લોગીન કરવાના સમયે, તમને રિકવરીનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરીને તમે ફોટો અને વીડિયો રિકવર કરી શકો છો.
​​​​​​​

કેટલીકવાર જ્યારે આપણે ડીલીટ કરી નાખીએ છીએ, ત્યારે કેટલીક મહત્વપૂર્ણ મીડિયા ફાઇલ પણ ભૂલથી ડિલીટ થઈ જાય છે. આનાથી બચવા માટે, ચેટને ડીલીટ કરતી વખતે, તમારે ડીલીટ મીડિયા ઓપ્શન પર ટિક ન કરવું જોઈએ. આજકાલ લોકો મેસેજ મોકલે છે અને પછી ડિલીટ કરે છે. હવે તમે તેમને પણ જોઈ શકો છો. પ્લે સ્ટોર પરથી WAMR નામની એપ ડાઉનલોડ કરીને તમે ડિલીટ કરેલા ફોટા-વિડિયો જ નહીં પરંતુ તેની મદદથી ચેટ્સ પણ રિકવર કરી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application