હાશ...દિવાળીના તહેવારોમાં ફુલ ગુલાબી ઠંડી અનુભવાશે

  • November 11, 2023 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાશ્મીરમાં હીમ વર્ષા, વરસાદ ઉત્તર દિશામાંથી ફૂકાઈ રહેલા પવાનો, દક્ષિણમાં ચોમાસુ, દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદ વગેરે જેવા કારણોસર મહત્તમ અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવાનું શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં મોટાભાગના સેન્ટરોમાં સામાન્યથી બે ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતરી ગયું છે અને આજે નલિયા, ગાંધીનગર તથા ડીસામાં લઘુતમ તાપમાનનો પારો ૨૦ ડિગ્રી નીચે આવી ગયો છે.
​​​​​​​
હવામાન ખાતાના જણાવ્યા મુજબ પવનની દિશા બદલવા સહિતના કારણથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. ડીસામાં ગઈકાલે ૨૧.૨ અને આજે ૧૯,ગાંધીનગરમાં ગઈકાલે ૧૯ અને આજે ૧૮,નલિયામાં ગઈકાલે ૧૮.૮ અને આજે ૧૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે રાજકોટમાં મામૂલી ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૨૨ ડીગ્રી નોંધાયું છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ નોર્થ વેસ્ટ ના રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાન ઘટશે અને લઘુતમ તાપમાન હજુ બે થી ચાર ડિગ્રી જેટલું નીચે ઉતરશે. આના કારણે ઠંડીની અનુભૂતિ નહીં થાય પરંતુ ગરમીમાંથી થોડી રાહત મળશે લઘુતમની સાથો સાથ મહત્તમ તાપમાન પણ ઘટી ગયું છે અને સમગ્ર રાજ્યમાં એકમાત્ર સુરેન્દ્રનગરને બાદ કરતા લગભગ તમામ જગ્યાએ મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી આસપાસ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી રહેવા પામ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application