ધારી, અમરેલી, લાઠી સહિત પંથકોમાં માવઠાથી ખેત જણસોને પારાવાર નુકસાન

  • March 17, 2023 08:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં ફરી એકવાર માવઠા ની શરુઆત થતા ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.અમરેલી,લાઠી,ધારી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો.કેટલાક સ્થળો પર કરા પડવાના બનાવો પણ સામે આવ્યા હતા.તો વરસાદને કારણે નદી-નાળાઓમાં પણ પાણીની આવક શરુ થઇ હતી.
ધારી તાલુકાના ગોવિંદપુર, સુખપુર, કાંગસા, દલખાણીયા, સરસીયા, જીરા સહિતના ગામોમાં હળવા ઝાપટાથી લઈને ધોધમાર વરસાદ ખાબક્યો હતો..તો વરસાદને પગલે ગામની બજારોમાં પાણીનો પ્રવાહ વહેતો થયો હતો ફરી એકવાર કમોસમી વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ચિંતોનો મોજું ફરી વળ્યું હતું.તો સુખપુર ગામ નજીક વીજપોલ ધરાશાયી થવાનો બનાવો પણ બન્યા હતો.ગોવિંદપુર અને સુખપુર ગામના સ્થાનિક નદી-નાળાઓમાં પણ પાણીનો પ્રવાહ વહેતો થયો હતો.તો બીજી તરફ પાણીના પ્રવાહને કારણે ગોવિંદપુર ગામનો ચેકડેમ પણ છલકાઈ ઉઠ્યો હતો.
​​​​​​​
બીજી તરફ અમરેલી શહેરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો.બજારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો  હતો. વાતાવરણમાં પલટાને કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ લાઠી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.કમોસમી વરસાદએ અકાળા,કેરાળા સહિતના આસપાસના ગામોના ખેડૂતોની ચિતાઓ વધારી હતી. તો ધારી પંથકમાં વરસાદને કારણે પહેલેથી જ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકશાન થયું છે.ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદ ખાબકતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનો મોજું ફરી વળ્યું છે.ગત વખતે કમોસમી વરસાદને કારણે સરકાર દ્વારા સર્વે શરુ કરવામાં આવ્યો છે.પરંતુ અનેક ગામોને બાકાત કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.તેવામાં આ વખતે ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ છે.તો યોગ્ય સર્વે કરી અને વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application