સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માધ્યમિક શિક્ષક અને આચાર્યની બેઠક પરના ભાજપના બે ઉમેદવારના ફોર્મ રદ

  • July 13, 2023 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સેનેટની આગામી તા.૨૨ના યોજનારી માધ્યમિક શિક્ષકો અને આચાર્ય વિભાગની ચાર બેઠકની ચૂંટણીમાં બે ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ટીચર્સ વિભાગમાં સરધારની હાઈસ્કૂલના શિક્ષક રમેશચદ્રં ગડારાના ટેકેદારે ફોર્મમાં આગળના બદલે પાછળ છેલ્લે અટક લખતા ઉમેદવારી પત્ર રદ કરાયું છે. આ ફોર્મમાં બીજો વાંધો એવો લેવાયો હતો કે આસિસ્ટન્ટ ટીચર શા માટે લખ્યું ? જોકે મતદાર યાદીમાં સેકન્ડરી ટીચર કે એવા કોઈ હોદા દર્શાવાયા ન હોવાથી આ ફોર્મ શા માટે રદ કરાયું તેવો સત્તાવાર વિરોધ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલ સચિવ સમક્ષ કરવામાં આવ્યો છે.





આચાર્ય વિભાગમાં સાત ઉમેદવારો મેદાનમાં હતા. તેમાંથી મોરબીના સુરેશ સરસાવાડિયાનું ફોર્મ રદ થયું છે. આચાર્ય વિભાગમાં અત્યાર સુધી કોઈ મહિલાએ ઉમેદવારી નોંધાવી હોય એવું બન્યું નથી પરંતુ આ વખતે જામનગરના મેઘના શેઠે ફોર્મ ભયુ છે. આચાર્ય વિભાગમાં મેઘના શેઠ ઉપરાંત જેતલસરના નયન વિરડા, રાજકોટના તુષાર પંડા, સંજય પંડા, અમરેલીના મુકુંદ મહેતા અને વિપુલ ભટ્ટ સહિત છ ઉમેદવારો મેદાનમાં છે.





શિક્ષકોના વિભાગમાં ગડારાનું ફોર્મ રદ થયું છે અને હવે અમરેલીના ભરતભાઈ મકવાણા કુવાડવાના લીલાભાઈ કડછા રાજકોટના વિમલ ભટ્ટ જેતપુરના ચિંતન કોરાટ સહિત–ચાર ઉમેદવારો મેદાનમાં છે. આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી કાલે ચિત્ર સ્પષ્ટ્ર થશે. મતદાન ૨૨ જુલાઈના અને મત ગણતરી ૨૩ જુલાઈના રાખવામાં આવી છે.



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માધ્યમિક શિક્ષક અને આચાર્યની સેનેટ બેઠક માટે આગામી 22 જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના જ બે ઉમેદવારના ફોર્મ રદ થયા છે. ગઈકાલે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો.  



આચાર્યની બેઠક પર મોરબીના સવડીના સુરેશ સરસાવડીયાનું ફોર્મ રદ થયું. જ્યારે માધ્યમિક શિક્ષકમાં ભાજપમાંથી રમેશ ગડારાનું ફોર્મ રદ થયું છે. ત્યારે હવે આચાર્યની બેઠક પર તુષાર પંડ્યા, સંજય પંડ્યા, મુકુંદ મહેતા, વિપુલ ભટ્ટ, મેઘના શેઠ એમ છ ઉમેદવારો મેદાને છે. તો માધ્યમિક શિક્ષકની બેઠક પર હવે ભરત મકવાણા, લીલા કડછા, વિમલ ભટ્ટ, ચિરંતન કોરાટ મેદાને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application