ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' કહેવા પર AAPના પૂર્વ પ્રમૂખ ગોપાલ ઈટાલીયાની અટકાયત

  • April 17, 2023 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની વધુ એક વાર અટકાયત થઇ છે. આ વખતે તેમની વિવાદાસ્પદ ટીપ્પણીના કારણે  સુરત ક્રાઇમ બ્રાન્ચે લઇ જવામાં આવ્યા છે. જો કે હાલ, તેમની ધરપકડ વિશે સ્પષ્ટતા થઇ નથી. 

સૂત્રો મુજબ, આપના મોટાગજાના નેતા ગોપાલ ઈટાલીયાએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ચુંટણી સમયે ડ્રગ્સ મામલે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી.  
​​​​​​​

હાલ તેમને સુરત ક્રાઈમ બ્રાંચે ઓફિસે લઈ જવાયા છે. નોંધનીય છે કે, ચૂંટણી સમયે ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રીના નામ સાથે ટિપ્પણી કરી હોવાથી તેમની અટકાયત કરાઈ હોવાનું સામે આવ્યું છે. ગોપાલ ઈટાલીયાએ કટાક્ષ કરી હર્ષ સંઘીવને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા. 

આ ઉપરાંત તેમને જીતુ વાઘાણી અને તત્કાલીન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પર પણ વિવાદિત ટીપ્પણી કરી હતી. જે બાદ આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ઉમરા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application