ધ્રોલ ખાતે ભૂલાઈ ગયેલી શેરી રમતો રમાડાઈ

  • January 18, 2023 08:35 PM 

આપણી ભુલાઈ ગયેલી શેરી રમતોને ચાલો ફરીથી શરુ કરી બાળકોને શારીરિક રીતે સક્ષમ અને મોબાઈલના વળગણથી દૂર કરીએના ઉદેશથી ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત એમ. ડી. મહેતા લોકવિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા નવરંગ નેચર ક્લબ રાજકોટ સાથે મળી ‘ભુલાઈ ગયેલી શેરી રમતો નાં રમોત્સવ’નું સફળ આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૧ શાળાના ૩૦૦બાળકોએ રમતનો નિજાનંદ ઉઠાવ્યો.


ટાયર ફેરવવા, સાંઢિયો-સાંઢિયો, લંગડી, મોંય દાંડિયા, ભમરડો, ટાયર કુદવું જેવી રમતો રમી પુરા ચાર કલાક ક્યાં ગયા કોઈને ખ્યાલ ન આવ્યો. નવરંગ નેચર ક્લબ,રાજકોટના વી.ડી. બાલસરે સૌ બાળકોને મજા કરાવી, કાર્યક્રમની ભૂમિકા આયોજન લોકવિજ્ઞાન કેન્દ્રના ડો. સંજય પંડ્યાએ કરેલ. સામેલ થનાર તમામ બાળકોને સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ અભિનંદન પાઠવેલ. આવી રમતો નિ:શુલ્ક આપના વિસ્તારમાં યોજવા ૯૯૭૯૨૪૧૧૦૦ પર સંપર્ક કરી શકો છો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application