ચેલા પાટીયા પાસે વિદેશી દારૂની હેરાફેરી : બે બુટલેગરની અટક

  • August 05, 2023 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક  ચેલા ગામના પાટીયા પાસે થી એક કાર મારફતે ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમી ના આધારે પંચકોશી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, અને દારુ તેમજ કાર સહિત ૨.૪૬ લાખની માલમતા કબજે કરી લઈ દારુ ના બે ધંધાર્થીઓની અટકાયત કરી લીધી છે.


જામનગર નજીક ચેલા ગામના પાટીયા પાસેથી જીજે૧૦એપી-૯૦૯૭ નંબરની સ્વીફટ કારમાં દારૂનો જથ્થો સંતાડીને જામનગર શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, પંચકોશી બી. ડીવિઝન પીએસઆઇ એમ.એ. મોરીની સુચના મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજાને મળી હતી આથી પોલીસે ચેલા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી.


 જે વોચ દરમિયાન ઉપરોક્ત કાર પસાર થતાં પોલીસે તેને આંતરી લીધી હતી, અને કારની તલાસી લેતાં અંદરથી ૭૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે કાર અને ઇંગલિશ દારુ સહિત રૂપિયા ૨,૪૬,૦૦૦ ની માલમત્તા કબજે કરી લીધી છે જ્યારે કારમાં બેઠેલા બે દારૂ ના ધંધાર્થી જામનગરના ગોકુલ નગરના શિવનગરમાં રહેતા લક્ષ્મણ દેવા પિંડારિયા અને ખાખીનગરના મનસુખ ઉકા શિંગળની અટકાયત કરી લીધી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application