'પહેલા તમે પોતે તો ક્લીયર થાવ, મેડમ....' RRR પર ટીપ્પણી કરવી પ્રિયંકા ચોપરાને પડી ભારે, ફરીવાર ટ્રોલીંગનો શિકાર બની અભિનેત્રી

  • March 29, 2023 08:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


27 માર્ચે, Spotify પર એક પોડકાસ્ટ એપિસોડ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ડેક્સ શેપર્ડે પ્રિયંકા ચોપરાનો ઇન્ટરવ્યુ લીધો હતો. જેમાં પ્રિયંકાએ જણાવ્યુ હતું કે બોલિવૂડમાં તેમની સાથે કેવી રીતે રાજનીતિ ચાલી રહી છે. આ મુલાકાતમાં 'RRR' વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.


આ પોડકાસ્ટ દરમિયાન પ્રિયંકાએ એક એવી ભૂલ કરી જેના માટે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, પ્રિયંકા ઇન્ટરવ્યુ લેનારને સુધારી રહી હતી, જેણે RRRને બોલિવૂડ ફિલ્મ હોવાનું કહ્યું હતું. બોલિવૂડના વખાણ કરતા ડેક્સે કહ્યું હતું કે, 'બોલિવૂડનો વિકાસ શાનદાર રીતે થયો છે. તમારી પાસે મોટી એક્શન અને લવ સ્ટોરી છે. ડેક્સને સુધારતી વખતે પ્રિયંકાએ તેને અટકાવ્યો અને કહ્યું, 'આ તમિલ ફિલ્મ છે.'


પ્રિયંકા ચોપરાએ તેલુગુને બદલે RRRને તમિલ ફિલ્મ કહી હતી. કારણ કે તેણે તેની આગામી લાઇનમાં કહ્યું હતું કે 'RRR' એક મેગા, બ્લોકબસ્ટર તમિલ ફિલ્મ છે. આ અમારા એવેન્જર્સ છે. અભિનેત્રીના આ નિવેદન બાદ લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું છે કે, 'પહેલા તમે પોતે તો ક્લીયર થાવ, મેડમ.' તો ત્યાં બીજાએ લખ્યું છે કે, લે હજુ સુધી તમે નથી જાણતા.'
​​​​​​​

જ્યારથી 'RRR'ને 95માં એકેડેમી એવોર્ડ્સ માટે નોમિનેશન મળ્યું છે. પ્રિયંકા ચોપરા હંમેશા એસએસ રાજામૌલીની ફિલ્મ પર ખુલીને બોલે છે. આ સિવાય તે પહેલા જ ફિલ્મની આખી ટીમને શુભકામનાઓ આપી ચૂકી છે. આવી સ્થિતિમાં અભિનેત્રીની આ ભૂલ કોઈને સ્વીકાર્ય નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application