ધ બ્લિડીંગ ટ્રેન : કોન્સ્ટેબલે અજઈં અને ત્રણ પેસેન્જરને ગોળીએ દીધા

  • July 31, 2023 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જયપૂર એકસપ્રેસ ટ્રેન દહીંસર નજીક પહોંચી ત્યારે આરપીએફના એસ્કોર્ટ કોન્સ્ટેબલને એએસઆઈ ટીકારામ સાથે બોલાચાલી થતાં અંધાધૂંધ ફાયરિંગ કયુ: ત્રણ પેસેન્જર અને એએસઆઈના મોત: આરોપી ટ્રેન પુલિંગ કરીને ટ્રેનમાંથી કૂદીને ભાગી ગયો પણ પકડાઈ ગયો




જયપુર એકસપ્રેસ ટ્રેન (૧૨૯૫૬)ની બી–૫ બોગીમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી. ટ્રેન જયપુરથી મુંબઈ જઈ રહી હતી. યા એક આરપીએફ કોન્સ્ટેબલે એએસઆઈ સાથે કોઈ વાતે બોલાચાલી થયા બાદ ગોળીબાર કર્યેા હતો જેમાં એએસઆઈ અને ત્રણ મુસાફરોના મોત નીપય હતા. ફાયરિંગ કર્યા બાદ હત્યારા કોન્સ્ટેબલે ચેન પૂલીંગ કરીને નાસી જવાનો પ્રયત્ન કર્યેા હતો પણ તેને મીરા રોડ બોરીવલી વચ્ચે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.





ટ્રેન પાલઘર સ્ટેશનથી થોડા અંતરે શ થઈ હતી. સવારે ૫.૨૩ કલાકે વાપીથી બોરીવલીમીરા રોડ સ્ટેશન વચ્ચે આરપીએફ કોન્સ્ટેબલ ચેતન રામ અને એએસઆઈ ટીકારામ વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો અને ચેતનરામે અંધાધુંધ ફાયરીંગ કયુ હતું જેમાં ટીકારામની ઘટના સ્થળે જ મૃત્ય થયું હતું. ચેતને ત્યારબાદ પેસેન્જરોને બંદુક દેખાડીને ચેનપૂલીંગ કયુ હતું અને બાદમાં વિરોધ કરી રહેલા ત્રણ પેસેન્જરોને પણ ગોળી મારીને મારી નાખ્યા હતા. ચેન પૂલીગ કર્યા બાદ ચેતન દહીસર અને બોરીવલી સ્ટેશન વચ્ચે ઉતારી ગયો હતો પણ પોલીસે તેને પકડી લીધો હતો. તેની પાસેથી હથિયાર પણ જ કરવામાં આવ્યું હતું. પોલીસના નિવેદન મુજબ, આજરોજ સવારે ૫.૨૩ કલાકે ટ્રેન નંબર ૧૨૯૫૬ જયપુર એસમાં માહિતી મળી કે બી–૫ કોચમાં ફાયરીંગ થયું છે. જાણવા મળ્યું હતું કે એસ્કોર્ટ ડુટીમાં રહેલા ચેતને એસ્કોર્ટ ઈન્ચાર્જ એએસઆઈ ટીકા રામ પર ગોળીબાર કર્યેા હતો. ટ્રેન બોરીવલી રેલ્વે સ્ટેશન પર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે એએસઆઈ ઉપરાંત ૩ નાગરિકોના  મૃત્યુ પણ નોંધાયા છે. પોલીસે ફાયરીંગ કરનાર ચેતનને પકડી લીધો છે.




સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોન્સ્ટેબલ ચેતન પોતાની ટ્રાન્સફરથી નારાજ હતો. તેની ગુજરાતથી મુંબઈ બદલી કરવામાં આવી હતી આથી તેનો પરિવાર ગુજરાતમાં હતો અને તેને મુંબઈ ટ્રાન્સફર કરાતા માનસીક રીતે પરેશાન હોવાનિા કારણે તેને એએસઆઈ પર ફાયરિંગ કર્યુ હોવાની માહિતી મળી રહી છે. ચેતન સુરત સ્ટેશન પરથી જયપૂર એકસપ્રેસ ટ્રેનમ ડુટી પટ ચડો હતો. રાતે મુંબઈથી સૌરાષ્ટ્ર્ર મીલમાં ડુટીમા તે સુરત સુધી ગયો હતો અને ત્યાંથી પરત ડુટી આ ટ્રેનમા હતી. આરોપી ચેતનને ૩ વાગ્યે કોર્ટમાં રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંધેરી કોર્ટમાં તે હાજર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application