ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

  • November 28, 2023 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ગીર સોમનાથ જિલ્લ ામાં અડધાથી બે ઇંચ જેટલો કમૌસમી વરસાદે આફત સર્જી્ જિલ્લ ાનાં કોડીનાર, તાલાળા, વેરાવળ, ઉના સહિત ગીર નજીકના ગામોના તાજેતરમાં વાવેલા પાકો પર કમૌસમી વરસાદનાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી હતી. 


જ્યારે બંદર કાંઠે પણ ૫૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા જાણે મીની વાવાઝોડું ત્રાટક્યું હોય તેવું થતાં માછીમારોમાં વ્યાપ્યો ભય ફેલાયો હતો.
ગીરમાં વ્હેલી સવારે આસમાન માંથી આફત વરસી છે.અને જિલ્લ ામાં સાર્વત્રિક માવઠાનાં કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે.જેમાં પણ ખાસ કરી ને તાલાળા, વેરાવળ,ઉના,કોડીનાર અને સુત્રાપાડા તેમજ ગીર બોર્ડર આસપાસનાં ગામોમાં ભારે વીજળીના કડાકા ભડાકા સાથે કમૌસમી વરસાદથી તાજેતરમાં વાવેલા પાકો પર આફત આવી ચડી છે.ક્યાંક ધોધમાર વરસાદ અને ફૂકાયેલા ભારે પવનથી તુવેરનો પાક ઢળી પડી તો ક્યાંય પશુઓ નો ઘાસ ચારો ઢળી પડ્યો છે.જો કે સરકાર દ્વારા આગોતરી માવઠાની આગાહી અને ચેતવણીને કારણે ખૂબ મોટું નુકસાન અટક્યું છે.ખેડૂતોના મતે હજુ વરસાદની આગાહી છે.અને જો વધુ વરસાદ પડશે તો મોટું નુકશાન થશે.

ઘઉંની ખેતીમાં નુકસાન
ખેડૂત આગેવાન-ગીર સોમનાથએ જણાવ્યું હતું કે દોઢ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેડૂતોની તુવેરના પાકમાં તો નુકશાની આવી જ છે પરંતુ હવે ચણા, અને ધાણાના પાકની બરબાદી પણ બે દિવસ બાદ દેખાશે.એટલુજ નહિ આં વિસ્તારમાં ઘઉંની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલી પણ આ વરસાદે વધારી દીધી છે. ગીર વિસ્તારમાં આવેલી કમૌસમી આફતે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી દીધા છે.

પશુચારો પણ પલળી ગયો
 દુદાણા ગામના ખેડૂત ભગવાનભાઈ પરમારે જણાવ્યું હતું કે આ કમૌસમીથી હાલ ભારે નુકશાન થશે કારણકે હાલ ખેતરમાં ઊગેલ શિયાળુ પાક છે જેના પર આ વરસાદ પડતાં તેનો વિકાસ અટકી જાય છે પશુનો ચારો સહિતની વસ્તુઓ પલળી ગઈ આ વરસાદ ૧૦૦ % નુકશાનકારક છે. ખેડૂત કચરાભાઈ રાઠોડે એ જણાવ્યું હતું કે હવે કુદરત ખમ્મા કરે તો સારું આ વરસાદ થી ખેતરમાં ઉગેલો નાનો મોલ ગળી જશે તેમજ તુવેર,ઘઉં,ચણા,જીરું અને ધાણા ના પાકો માં ભારે નુકશાન ની ભીતિ છે. કુદરત જ રૂઠે ત્યારે આમાં ફરિયાદ કોને કરવી ખેડૂત સહન કરતો આવ્યો છે અને હજું પણ સહન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application