મનોરંજન જગતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પંકજની પુત્રી નયાબ ઉધાસે ગાયકના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. પોસ્ટમાં તેણે લખ્યું - ખૂબ જ દુઃખ સાથે અમને જણાવવું પડે છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.
મળતી માહિતી મુજબ, બિમારીના કારણે તેમને તાજેતરમાં મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે બપોરે અચાનક તેમની તબિયત બગડતાં તેમનું મૃત્યુ થયું હતું. પંકજ ઉધાસના પરિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઉધાસના નિધનથી બોલિવૂડ અને રાજકારણ સહિત તમામ મોટી હસ્તીઓમાં શોકનો માહોલ છે. પંકજ ઉધાસને 2006માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
પંકજ ઉધાસના પીઆરએ જણાવ્યું કે ગાયકનું 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત સારી ન હતી. ગાયકના નિધનના સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech